BANASKANTHA
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે આવકાર્યા.
28 ફેબુ્રઆરી જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે આવકાર્યા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે બોર્ડની પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને શાળાની બાલિકાઓ દ્રારા કુમકુમ તિલક કરી તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શિક્ષણ સમિતિના મંત્રીશ્રી વી.જી.ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી તથા આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ મોં મીઠુ કરાવી અને ગુલાબ આપી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આવકારી ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.