ANAND CITY / TALUKO

આણંદ હીટવેવ દરમિયાન બપોરે વીજ પુરવઠો જાળવવા MGVCLને સૂચના

આણંદ હીટવેવ દરમિયાન બપોરે વીજ પુરવઠો જાળવવા MGVCLને સૂચના

તાહિર મેમણ – આણંદ – 15/03/2025 – આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે તમામ કચેરીઓના અધિકારીઓને પરસ્પર સંકલનમાં રહી પ્રજાલક્ષી કાર્યો ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો.

જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો તાત્કાલિક પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા પણ સૂચના આપી હતી. ખાસ કરીને, એમજીવીસીએલના અધિકારીઓને હીટવેવ દરમિયાન બપોરના સમયે વીજ પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

બેઠકમાં સંસદ સભ્ય મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અને ધારાસભ્યોએ વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈ અને પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેનભાઈ બારોટ સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!