GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી બ્રહ્મકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

MORBI:મોરબી બ્રહ્મકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

 

 

મોરબી : મોરબી બ્રહ્મકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીજીનું તાજેતરમાં નિધન થતા આ સંસ્થામાં ઘેરો શોક વ્યાપી ગયો છે. આ મોરબી બ્રહ્માકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજ્યોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિ બ્રહ્માકુમારીમાં વિશ્વવિદ્યાલય સંસ્થામાં 48 વર્ષથી પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કરી સેવા આપતા હતા જેઓનું તારીખ 6/2/2025 ના ગુરુવારના રોજ અવસાન થયું હતું. તેઓ સંપૂર્ણ ત્યાગી યોગી તપસ્વી અને નમ્રચિત શાંત સ્વભાવ જ્ઞાનગુણોના ભંડાર તથા નિસ્વાર્થ સેવાભાવી હતા. મોરબીના અનેક નામી અનામી બિઝનેસમેનોને પણ આધ્યાત્મિક જ્ઞાન આપીને ઈશ્વરીય સેવા કરતા હતા. તેમનું અવસાન તગતા આજ રોજ તારીખ 8/2/ 2025 ના શનિવારના રોજ તેમનું બેસણું રાખવામાં આવેલું હતું જેમાં બ્રહ્માકુમારી હેડ ક્વાર્ટર આબુથી પોલીસ રાજ યોગી બીકે લલીતભાઈ ગુજરાત મણીનગર અમદાવાદ બીકે નેહા દીદી જામનગર બીકે પૂર્ણિમાબેન તથા ગુજરાતના અનેક સેવા કેન્દ્રમાંથી બ્રહ્માકુમારી કેન્દ્રોમાંથી ભાઈઓ અને બહેનો હાજર રહી શ્રદ્ધાંજલિ આપેલ છે ઉપરાંત બ્રહ્માકુમારી હેડ ક્વાર્ટરમાં જયંતિ દીદીએ ટેલીફોનિક શોક સંદેશ આપ્યો હતો. પૂર્વ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા પણ તેમને શોકજલી અર્પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!