RAMESH SAVANI

Ramesh Savani : એક બાજુ સરદાર પટેલનું સ્ટેચ્યૂ ઊભું કર્યું, બીજી બાજુ સરદારની પીઠમાં છરો ભોંક્યો !

સરદાર પટેલે ગાંધીજીની હત્યાના ચોથે દિવસે RSS પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેની બળતરા હજુ RSSને/ સત્તાપક્ષને મટી નથી. લોકોની નજરમાં સરદાર લોકપ્રિય છે એટલે એમનું સ્ટેચ્યૂ ઊભું કરીને ગાંધીજી તથા નેહરુને નીચાં દેખાડવાની કોશિશ સત્તાપક્ષે/વડાપ્રધાને કરી છે.
પરંતુ વાસ્તવમાં RSSને કે વડાપ્રધાનને સરદાર પ્રત્યે કોઈ આદર નથી. સરદારે જે પ્રતિબંધ મૂકેલ તેનો બદલો વડાપ્રધાને એવી રીતે લીધો છે કે કોઈને ખ્યાલ પણ ન આવે ! વડાપ્રધાન અને અરુણ જેટલીએ કાવતરું કર્યું હતું. Companies (Donations to National Funds) Act, 1951 હેઠળ ગાંધી મેમોરિયલ ફંડ તથા સરદાર પટેલ મેમોરિયલ ફંડમાં કંપનીઓ ડોનેશન આપી શકતી હતી. આ રીતે મળેલ ડોનેશનની ગાંધી મેમોરિયલ તથા સરદાર મેમોરિયલ સંસ્થાઓનું કામ ચાલતું હતું. પરંતુ વડાપ્રધાને જે ફંડ મેમોરિયલ સંસ્થાઓને મળતુ હતું તે ફંડ રાજકીય પક્ષોને મળે તે માટે 2018માં યોજના મૂકી; તેને Electoral Bonds-ચૂંટણી બોન્ડ કહે છે. જે કંપનીઓ ગાંધી મેમોરિયલ ફંડ તથા સરદાર મેમોરિયલ ફંડમાં ડોનેશન આપતી હતી તે હવે રાજકીય પક્ષોને આપે છે. આ રીતે ગાંધી/ સરદારની પીઠમાં છરો ભોંકવાનું કામ RSS/ વડાપ્રધાને કર્યું.
‘ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ 2018’ને સુપ્રિમ કોર્ટ સમક્ષ બે સંસ્થાઓએ- ‘કોમન કોઝ’ અને ADR-એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ દ્વારા પડકારવામાં આવી છે. તેમાં 30 ઓક્ટોબર 2023ના રોજ સરકાર વતી એટર્ની જનરલે સોંગંદનામું રજૂ કરીને કહ્યું કે ‘ચૂંટણી બોન્ડની સમીક્ષા કરવાનું સુપ્રિમકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી!’ સરકારની નાગાઈ તો જૂઓ ! ચૂંટણી બોન્ડ પવિત્ર ગાય છે. જે કંપનીઓ સત્તાપક્ષને ડોનેશન આપે છે; તે કંપનીઓ પર ED/CBI/IT રેઈડ કરતી નથી ! કઈ કંપનીએ કે કઈ વ્યક્તિએ કેટલું ડોનેશન આપ્યું છે તે જાણવાનો નાગરિકને હક્ક નથી. RTI હેઠળ આ ડોનેશનની માહિતી નાગરિકને મળવી જોઈએ, પણ સત્તાપક્ષ પોતાનું પાપ છૂપાવવા ગુપ્તતા રાખવા ઈચ્છે છે. 2018માં જ્યારે ચૂંટણી બોન્ડની સ્કીમ અમલમાં મૂકી ત્યારે વડાપ્રધાને ચૂંટણી ફંડમાં પારદર્શિતા લાવવાનો દાવો કર્યો હતો !
આ બોન્ડ ભારતીય સ્ટેટ બેન્કમાંથી જ મળે છે. એટલે સરકાર એ જાણી શકે છે તે વિપક્ષને કઈ કઈ કંપનીએ ડોનેશન આપેલ છે. સરકાર વિપક્ષને ડોનેશન આપનાર કંપની પાછળ ED/IT/CBI લગાડી દે છે ! આમ આર્થિક રીતે સત્તાપક્ષ વિકરાળ ડાયનોસોર અને વિપક્ષ બકરી જેવો બની જાય છે. તે બન્નેની સ્પર્ધામાં ડાયનોસોર જ વિજયી નીવડે છે ! મની એક્ટ 2017 માં સુધારો કરીને એવું ઠરાવેલ છે કે રાજકીય પક્ષને ડોનેશન ક્યાંથી મળેલ છે તે દર્શાવવાની જરુર નથી ! એનો અર્થ એ થયો કે નાગરિકોએ ભજન જ કરવાનું ! ચૂંટણી ડોનેશન કોણે કોને કેટલી રકમ આપી તે નાગરિક જાણી શકે નહીં. આ તો લોકશાહી સામેનું કાવતરું છે ! અદાણી-અંબાણી ઈચ્છે તેને વડાપ્રધાન બનાવે અને ન ઈચ્છે તેનું ચરિત્રહનન કરી બદનામ કરી મૂકે ! સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી એ માત્ર કાગળ ઉપરની વાત છે. ડાયનોસોર અને બકરી વચ્ચે સ્પર્ધાને સ્વતંત્ર/ નિષ્પક્ષ કહી શકાય? આ લોકશાહી નથી ક્રોની કેપિટાલિઝમ છે; એટલે જ ચૂંટણી બોન્ડમાં ડોનેશન આપવાની કોઈ મર્યાદા નથી ! ચૂંટણી બોન્ડ ભ્રષ્ટાચારનો/ અનીતિનો અડ્ડો છે. ચૂંટણી ફંડમાં રોકડા રુપિયા લેવાય છે, ચૂંટણી બોન્ડથી ડોનેશન આપનાર વ્યક્તિ/ કંપની/ સંસ્થાને એ ફાયદો થાય છે કે ડોનેશનમાં આપેલ રકમ ઉપર ઈન્કમ ટેક્સ એક્ટ કલમ-80ggc અને 80ggb હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. ડોનેશન આપનારને ફાયદો, ડોનેશન લેનારને ફાયદો, નાગરિકને માત્ર લોકશાહીનું નાટક જોવાનું ! વડાપ્રધાન જ્યારે ભ્રષ્ટાચારને ઉખેડી નાખવાની હાંકલ કરે અને નૈતિકતાનો ઉપદેશ આપે ત્યારે નાગરિકોએ તાળીઓ પાડવાની ! આ એવી લોકશાહી છે જેમાં સત્તા પર હોય તેની વાહવાહી કરવાની અને તાળીઓ પાડવાની છૂટ છે !rs
May be a doodle of text that says "ELECTORAL BOND n"

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!