HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં યોજાઈ ભગવાન શ્રી જગન્નાથજીની 37મી રથયાત્રા.

તા.૨૦.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગર જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાથી ગૂંજી ઉઠ્યું હતું.ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નગરમાં ભ્રમણ અર્થે નીકળી હતી ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આજે અષાઢ સુદ બીજ ના શુભ દિને હાલોલ રથયાત્રા ઉત્સવ સમિતિ તેમજ હિન્દુ સંગઢન દ્વારા પ્રતિવર્ષની જેમ આજે ભગવાન શ્રી જગન્નાથજીની 37 મી રથયાત્રા નગરની માધ્યમ આવેલ મંદિર ફળિયા ખાતેથી બપોરે ૪.૩૦ કલાકે ભક્તિસભર વાતાવરણમાં શુશોભિત ધજાક પતાકા સાથે શણગારેલ રથમાં ભગવાન શ્રી જગન્નાથ,ભ્રતા બલભદ્રજી અને ભગિની સુભદ્રાજીને બિરાજમાન કરી શાસ્ત્રોક વિધિવત સંતો -મહંતોના આશીર્વાદ અને તેમની ઉપસ્થિતિમાં ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના,પ્રાર્થના,આરતી કરી “આવો ખેંચો ભગવાનનો રથ ઉજ્જવળ બનાવો જીવન પથ” ના સંકલ્પ સાથે જય રણછોડ માખણ ચોર ના નારા સાથે સંતો-મહંતો,હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર તથા ભક્તોની ઉપસ્થિતિમાં હાલોલ નગરના મંદિર ફળીયા ખાતેથી રથયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.રથયાત્રા મંદિર ફળિયા ખાતેથી મેન બજાર,ચોકસી બજાર, ટાઉન હોલ,થઈ બોમ્બે હાઉસ તળાવ રોડ,બસટેન થઈ કંજરી રોડ ચાર રસ્તા,બગીચા તરફ થઈ મંદિર ફળિયા ખાતે પરત ફરી હતી.આ શુભ પ્રસંગે રથયાત્રામાં કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામચરણદાસજી મહારાજ, સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિરના સંત શ્રી સંત સ્વામી સહીત વિવિધ મંદિરોના સંતો મહંતો તેમજ હાલોલના સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહીત નગરની જુદી-જુદી સામાજિક સંસ્થાના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા.ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યા માટે ભ્રાતા બલભદ્ર તેમજ ભગિની સુભદ્રા સાથે શુશોભીત રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા માટે નીકળતા ઠેર ઠેર નગરના રાજમાર્ગો પર ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતું. કલાકો ની તપશ્ચર્યા બાદ ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરી ધન્યતા પામ્યા હતા.જ્યારે સેવાભાવી ભક્તો દ્વારા રથયાત્રાનું પુષ્પવર્ષા ફૂલહાર તથા આરતી કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. જ્યારે રથયાત્રામાં જોડાયેલા ભક્તોને ઠંડા પાણી,શરબત તેમજ છાશ વિતરણ કરવામાં આવ્યું હતું.રથયાત્રામાં દર્શન કરવા માટે આવેલા ભક્તોને 300 કીલો ઉપરાંત મગ જાંબુ અને કેરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.રથયાત્રા મંદિર ફળિયા ખાતે પરત ફર્યા બાદ ભગવાનની આરતી કરી રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.આ શુભ પ્રસંગે લઈ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારનો કોઈ અનિછીય બનાવ બન્યા વગર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં જુદા-જુદા પોઇન્ટ ઉભો કરી ભક્તો ઉપર બાજ નજર રાખવામાં આવી હતી.જ્યારે રથયાત્રા દરમિયાન અમુક પોલીસ કર્મીઓએ ભગવાન જગન્નાથના રથને ખેંચીને રથયાત્રામાં ધન્યતા અનુભવતા હતા.જ્યારે રથયાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે બોમ્બે હાઉસ પાસે હાલોલ મુસ્લિમ બિરાદારો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે તેઓ દ્વારા રથયાત્રા પર પુષ્પવર્ષા કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!