MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવક પર ચાર શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો
MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવક પર ચાર શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા યુવક ઉપર તેના રહેણાંકે કુહાડી, તલવાર જેવા ઘાતક હથિયાર ધારણ કરી સ્વીફ્ટ કારમાં આવેલ ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં યુવકને આડેધડ ઢીકાપાટુનો માર મારી પીઠના ભાગે કુહાડીનો એક ઘા મારવામાં આવ્યો..
મોરબીના વીસીપરા વિસ્તારમાં ફૂલછાબ કોલોનીમાં રહેતા ઈરફાનભાઈ ઉર્ફે ઇભો ગનીભાઈ કસમાણી ઉવ.૪૩ એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ફરહાન મયુદીનભાઈ મેમણ રહે.ફુછાબ કોલોની મોરબી, સાબીર અનવરભાઈ પીલુડીયા રહે.મદીના સોસાયટી મોરબી, હાજી ઇકબાલભાઇ પીલુડીયા રહે.ફૂલછાબ કોલોની મોરબી તથા સોહીલ રસીકભાઈ સુમરા રહે. મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૧૯/૧૨ના રોજ ફરિયાદી તેમના મોટા દીકરાને અમદાવાદ ખાતે કોઈ બીમારી સબબ હોસ્પિટલમાં દેખાડવા ગયા હોય ત્યારે મોરબી ખાતે ફરિયાદી ઇરફાનભાઈનો નાનો દીકરો સમીર ઘરે એકલો હોય તે દરમિયાન આ આરોપી ફરહાન મયુદીન તથા સાબીર અનવરભાઈ કે જેઓ સમીરના જુના મિત્રો હોય પરંતુ હાલ તેની સાથે બોલતો ન હોય તેનો ખાર રાખી આડકતરી રીતે સમીરને હેરાન પરેશાન કરતા હોય દરમ્યાન તા.૧૯/૧૨ના રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં સ્વીફ્ટ કારમાં આવેલ ઉપરોક્ત ચારેય આરોપીઓએ સમીરને ઘરની બહાર બોલાવી ગાળા ગાળી કરી ચારેય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી પીઠમાં કુહાડી મારેલ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે મુજબની ફરિયાદ નોંધાવી હતી, હાલ પોલીસે ઇરફાનભાઈની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.