BANASKANTHAGUJARATPALANPUR

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે NSS યુનિટ દ્વારા દિપોત્સવની ઉજવણી કરવામાં આવી

10 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ગઈ કાલે NSS યુનિટ દ્વારા ખુબ જ ધામધૂમથી દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ શાળાના ગણિત વિજ્ઞાાનના શિક્ષક વિક્રમભાઈ પ્રજાપતિએ હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર દિપોત્સવનો મહિમા વર્ણવ્યો હતો. દિપાવલીનું પર્વ શા માટે ઉજવવામાં આવે છે.? દિવાળી ધનતેરસથી શરૂ થઈ ભાઈબીજના દિવસે પૂર્ણ થાય છે. તે સંદર્ભે કેટલીક પૌરાણિક કથાઓ પણ વર્ણવી હતી. સાથે સાથે NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર જયેશભાઈ ચૌધરી અને રાજેશગીરી અપારનાથી દ્વારા રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ દીવડાંઓ પ્રગટાવીને રોશની કરવામાં આવી હતી. છેલ્લે શાળાના પ્રાંગણમાં બીનજોખમી, પર્યાવરણનું હિત જળવાય તે બાબતનું ખાસ ધ્યાન રાખી સામાન્ય આતશબાજી કરવામાં આવી હતી.  પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા કૃપાલસિંહ રાઠોડ, નવીનભાઈ નાઈ તથા બીજલબેન રહેવર ને સત્ર અંતે મોમેન્ટ આપી માનભેર વિદાય આપી હતી. ટૂંકા ગાળામાં પણ ત્રણેય મિત્રોએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. છેલ્લે શાળાના ઇન. આચાર્ય વી કે પરમાર દ્વારા શાળા પરિવાર વતી વિદ્યાર્થી ભાઈ-બહેનોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. અને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સ્ટાફ પરિવારે આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!