AHMEDABADGUJARAT

કોરોનાના ખતરનાક વેરિઅન્ટ એક્સબીબી.1.5ની ભારતમાં એન્ટ્રી, ગુજરાતમાં પ્રથમ કેસ

નવી દિલ્હી : કોરોના વાઇરસના જુદા જુદા વેરિઅન્ટ સામે આવી રહ્યા છે. જેમાં હાલ સૌથી ખતરનાક વેરિઅન્ટ એક્સબીબી.૧.૫ વેરિઅન્ટના કેસો અમેરિકામાં વધી રહ્યા છે. અગાઉ સામે આવેલા બીક્યુ૧ વેરિઅન્ટ કરતા આ નવો વેરિઅન્ટ ૧૨૦ ગણો વધુ ઝડપથી ફેલાય છે તેથી તેને વધુ ખતરનાક માનવામાં આવે છે. અમેરિકામાં આ વેરિઅન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે ભારતમાં આ નવા વેરિઅન્ટનો પ્રથમ કેસ ગુજરાતમાં સામે આવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં કોરોનાનું જે ઇન્ફેક્શન ફેલાયુ છે તેમાં ૪૦ ટકા ઇન્ફેક્શન માટે આ નવો એક્સબીબી.૧.૫ વેરિઅન્ટ જવાબદાર માનવામાં આવે છે. એટલે કે હાલ અમેરિકામાં જે કોરોના ફેલાયો છે તેના માટે આ નવો વેરિઅન્ટ એક્સબીબી.૧.૫ જ જવાબદાર માનવામાં આવે છે. ત્યારે હવે ભારતમાં પણ આ વેરિઅન્ટનો પ્રથમ કેસ ગુજરાતમાં સામે આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં જ આ કેસ સામે આવ્યો હોવાના અહેવાલો છે. આ એક્સબીબી.૧.૫ વેરિઅન્ટ અગાઉ સામે આવેલા ઓમિક્રોનનો જ સબ વેરિઅન્ટ છે. ગુજરાતમાં આ વેરિઅન્ટનો કેસ સામે આવ્યો હોવાની જાણકારી ભારતીય સાર્સ કોવ-૨જીનોમિક્સ કંસોર્ટિયમ  (આઇએનએસએસીઓજી) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ડેટામાં આપવામાં આવી છે.

આ વેરિઅન્ટ છે શું તેની જાણકારી આપતા નિષ્ણાતો જણાવે છે કે એક્સબીબી તે ઓમિક્રોનના સબ વેરિઅન્ટ બીએ.૨નું કોમ્બિનેશન છે.

જે ભારત ઉપરાંત દુનિયાના ૩૪ દેશોમાં ફેલાઇ ચુક્યો છે. ઓમિક્રોનના જેટલા પણ સબ વેરિઅન્ટ સામે આવ્યા તેમાં આ એક્સબીબી.૧.૫ સબ વેરિઅન્ટ સૌથી ખતરનાક માનવામાં આવે છે. ગુજરાતમાં અગાઉ સામે આવેલા બીએફ.૭ વેરિઅન્ટથી પીડિત દર્દીઓના સેંપલ લેવામાં આવ્યા હતા તેની ચકાસણીમાં સામે આવ્યું કે તેમાં આ ખતરનાક એક્સબીબી.૧.૫ વેરિઅન્ટના લક્ષણો પણ જોવા મળ્યા છે.

નવા સબ વેરિઅન્ટને ગંભીરતાથી લેવાની જરૂર : વૈજ્ઞાનિક

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ એંડ્રયૂ પેકોજે જણાવ્યું હતું કે આ એક્સબીબી.૧.૫ વેરિઅન્ટ અન્ય એક્સબીબી વેરિઅન્ટ કરતા અલગ છે કેમ કે તેમાં વધુ પ્રમાણમાં મ્યૂટેશન જોવા મળે છે. જે શરીરમાં વધુ ઝડપથી ફેલાય છે અને સંક્રમણ વધી જવાથી ગંભીર રોગ વિકસિત કરી શકે છે. પેકિંગ યૂનિ.ના વૈજ્ઞાનિક યૂનલોગ્સ રિચર્ડે જણાવ્યું હતું કે લોકોએ જે રસી લીધી છે તે આ નવા વેરિઅન્ટ સામે નબળી સાબિત થઇ શકે છે. આ નવો વેરિઅન્ટ રસીને પણ સાઇડલાઇન કરી શકે છે અને શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે માટે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!