BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી ની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટરની લાંબા સમયથી જગ્યા ખાલી ભરાશે ખરી…?

30 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

હાલના તબક્કે વાતાવરણમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ છે ત્યારે સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે જેના પગલે લોકોમાં તાવ અને શરદી ખાંસી જેવા વાઈરલ ફીવર ના રોગ થી લોકો પીડાઈ રહ્યા છે હાલ તબક્કે યાત્રાધામ અંબાજીની શક્તિ જનરલ હોસ્પિટલમાં પણ વહેલી સવારથી દર્દીઓ ની લાઈનો જોવા મળી હતી જ્યારે કેટલાક ડોક્ટરો ખાલી બેઠેલા પણ જોવા મળ્યા હતા જોકે અંબાજીની હોસ્પિટલ હાલ તબક્કે માત્ર 50 બેડની છે ત્યારે તાવ શરદી ખાંસી સહિતના અનેક રોગોથી દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયેલા જોવા મળ્યા હતા હાલ તબક્કે આ હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટરની લાંબા સમયથી જગ્યા ભરાતી નથી સાથે અન્ય મેડિકલ ઓફીસરની મોટી ઘટ આ હોસ્પિટલમાં વર્તાઈ રહે છે ત્યારે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના નિવાસી તબીબ અધિકારી પીયુષ મોદી એ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ફિઝિશિયન ની ઘટ તો છે જ અન્ય તબીબોની ઘટને લઈ અન્ય હોસ્પિટલોમાંથી ડેપ્યુટેશન ઉપર બોલાવવામાં આવે છે ને દર્દીઓને પૂરતા પ્રમાણમાં સારવાર અપાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું ઠંડી હોવાથી દર્દીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી. મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે અંબાજીની આ હોસ્પિટલ સહિત આસપાસના ગામડાઓ માટે આશીર્વાદ સ્વરૂપ છે ત્યારે પૂર્તિ માત્રામાં દવાનો જથ્થો પણ ઉપલબ્ધ છે જ્યારે કોરોના એ હજી ફરી આ વિસ્તારમાં પગપેસારો કરયો નથી તો ફિજીસિયન ની જગ્યા ભરવામાં આવશે ખરી..?તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે .

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!