MORBI:મોરબીના આદરણા ગામની સીમમાં મોટરસાયકલ ને રીક્ષા સાથે અકસ્માત સર્જાયો
MORBI:મોરબીના આદરણા ગામની સીમમાં મોટરસાયકલ ને રીક્ષા સાથે અકસ્માત સર્જાયો
મોરબીના આંદરણા ગામની સીમમાં લવારીયા વાડી નજીક ચાર સવારી મોટર સાઈકલને રીક્ષા એ ઠોકર મારતા ત્રણે ઈજા પહોચી હતી તો એકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
હળવદના રણછોડગઢ ગામે રહેતા ભરતભાઈ કેશુભાઈ ડઢૈયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા તેના ભાઈ સાગરભાઈ, પ્રવીણભાઈ અને અનિલભાઈ એમ ચારેય પ્રવીણભાઈનું મોટર સાઈકલ હીરો સ્પ્લેન્ડર જીજે ૩૬ એબી ૩૬૮૮ લઈને રણછોડગઢથી નીંચી માંડલ જતા હોય દરમિયાન મોટર સાઈકલ પ્રવીણભાઈ ચલાવતા હતા અને ભરતભાઈ, સાગરભાઈ અને અનીલ ત્રણેય મોટર સાઈકલ પાછળ બેઠેલ હતા બાદમાં આંદરણા ગામની સીમમાં આવેલ લવારિયા તરીકે ઓળખાતી વાડી અને કેશવજીભાઈ મારવાણીયા ની વાડી પાસે રોડ પર પહોચેલ ત્યારે સામેથી આવતી સી એન જી રીક્ષા જીજે ૩૬ યુ ૩૬૬૧ ના ચાલકે પુર ઝડપે ચલાવી મોટર સાઈકલ સાથે સામેથી ઠોકર મારતા ભરતભાઈ, સાગરભાઈ, અનિલભાઈ અને પ્રવીણભાઈ રોડ પર પડી જતા ભરતભાઈ, પ્રવીણભાઈ અને અનિલભાઈને ઈજા પહોચી હતી તો સાગરભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.