GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ખજૂરા હોટલ પાસે સિએનજી રીક્ષા બોલેરો‌ વચ્ચે અકસ્માત સર્જાયો

TANKARA:ટંકારાના ખજૂરા હોટલ પાસે સિએનજી રીક્ષા બોલેરો‌ વચ્ચે અકસ્માત સર્જાયો

 

 

રાજકોટ મોરબી રોડ પર ટંકારા નજીક આવેલી ખજૂરા હોટલ પાસે સિએનજી રિક્ષા બોલેરો સાથે ટક્કરથી ગંભીર અકસ્માત સર્જાયો.


મળતી માહિતી  મુજબ ટંકારા થી રાજકોટ તરફ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા કણસાગરિયા પરીવારના લિલાબેન કિશોરભાઈ એમનો પુત્ર અમર કિશોરભાઈ પુત્રવધૂ સોભનાબેન અમરભાઈ અને પૈત્ર રાજ અમરભાઈ સિએનજી રિક્ષા નંબર જીજે- 03-બી એક્ષ 9500 બેસી રાજકોટ તરફ જતા હતા એવા ટાકણે ટંકારાથી થોડે દૂર ખજુરા હોટેલ નજીક આગળ રહેલ બોલરો નંબર જીજે 36 વિ 6165 સાથે ધડાકાભેર રિક્ષા ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયા હતો. રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પાઈલોટ યુવરાજસિંહ અને ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ધટના સ્થળે દોડી ગયા અને ઈજા ગ્રસ્ત ચારેય ને પ્રથમ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે મોરબી રિફર‌  કર્યા છે બનાવ બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!