WAKANER:નવરાત્રી દરમિયાન વાંકાનેર શહેરમાં આવતા જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ બાબતનું જાહેરનામુ બહાર પડાયું
WAKANER:નવરાત્રી દરમિયાન વાંકાનેર શહેરમાં આવતા જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ બાબતનું જાહેરનામુ બહાર પડાયું
વાંકાનેર શહેર વિસ્તારમાં રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ હાલ ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે. જેથી મોટા પ્રમાણમાં ભારે વાહન વ્યવહાર વાંકાનેર શહેરમાંથી પસાર થાય છે, વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો સાંકડા હોવાથી મોટા વાહનો અંદર આવતા અવારનવાર ટ્રાફિકની સમસ્યા રહે છે તેમજ વાહન અકસ્માતોના બનાવ બનવાથી મોટી સમસ્યા સર્જાય તેમ છે.
હિન્દુ ધર્મનો નવરાત્રીનો તહેવાર હોવાથી તા.૦૧/૧૦/૨૦૨૫ સુધી શહેર વિસ્તારમાં અનેક જગ્યાએ નવરાત્રીના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં જુના ચંદ્રપુર માર્ગ, જીનપરા ચોક તથા સીટી સ્ટેશન રોડ, ધર્મચોક, શહેરના મુખ્ય રોડ ઉપર આવેલ હોય, જે જગ્યાઓ ઉપર નવરાત્રી તહેવારનું આયોજનના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવર-જવર બહોળી પ્રમાણમાં રહેનાર હોવાથી તેમજ આ નવરાત્રીના સમયગાળા દરમિયાન શહેરના મુખ્ય માર્ગ પર પગપાળા લોકોની જનમેદની વધુ રહેનાર હોવાથી મોરબી-વાંકાનેર-રાજકોટ તરફ જતા વાહનો માટે શહેરના મુખ્ય માર્ગ પર તા.૦૧/૧૦/૨૦૨૫ સુધી કલાક ૨૦/૦૦ થી સવારના કલાક ૦૬/૦૦ વાગ્યા સુધી વૈકલ્પિક માર્ગ તરફ આવવા-જવા માટે નિયત કરવામાં આવેલા વૈકલ્પિક માર્ગ તરફ આવવા-જવા માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટક થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઈ. અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી સરકારી હોસ્પીટલ રોડ થઈ રાતીદેવરી ગામથી-વાંકીયા ગામ થઇ નેશનલ હાઇવે તરફ આવી જઇ શકશે.
મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે વાંકીયા ગામ થઇ રાતીદેવરી થી સરકારી હોસ્પીટલ રોડ, થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી દિવાનપરા રોડ થઇ બસ સ્ટેન્ડ રોડ થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી રાજકોટ રોડ તથા અમરસર ગામ મીતાણા, ટંકારા, જામનગર તરફ આવી જશે.
રાજકોટ શહેર તથા ટંકારા, મીતાણા, જામનગર, તરફ થી મોરબી આવતા ભારે વાહનો અમસર ફાટક થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પીટલ રોડ થઇ રાતીદેવરી ગામથી જડેશ્વર રોડ થઇ મોરબી તરફ આવી જઇ શકશે.ટંકારા, લજાઇ થી આવતા વાહનો જડેશ્વર રોડ થઇ મોરબી તરફ આવી જઇ શકશે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ.ના વાહનો, સબ વાહીની, એમ્બ્યુલન્સ, ફાયર ફાયટર, સ્કુલ/કોલેજના વાહનો, સામાજિક કે ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.
તા.૦૧/૧૦/૨૦૨૫ સુધી રાત્રીના કલાક ૨૦/૦૦ થી સવારના કલાક-૦૬/૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.