નબીપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવતી હોટલો ના માલિકો અને સંચાલકો સાથે ૩૧ ડિસેમ્બર ની રાત્રી પ્રોગ્રામ અંગે સાવચેતીના પગલાં અનુસંધાને બેઠક યોજાઇ.
સમીર પટેલ, ભરૂચ
આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ ની રાત્રે વિવિધ સ્થળોએ આવનાર નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે. જે અંતર્ગત ગઈકાલે તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ ને શનિવારના રોજ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પી. એસ. આઈ. *કે.એમ.પીએજા* ની અધ્યક્ષતા મા નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની હદમાં આવતી તમામ હોટલો અને રેસ્ટોરન્ટ ના માલોકો અને સંચાલકો સાથે એક મિટિંગ નું આયોજન કરાયું હતું. જેમાં ૩૧મી ડિસેમ્બરની રાત્રીએ થતા નવા વર્ષના સ્વાગત કાર્યક્રમોમાં શાંતિ ભંગ ના થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા પર ભાર અપાયો હતો. આ સમય દરમ્યાન જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઈસમ જણાય તો તરતજ નજીકના પોલીસ સ્ટેશન મા જાણ કરવા જણાવ્યું હતું. રાત્રી કાર્યક્રમો શાંતિમય રીતે પૂરા થાય તે અંગે ભાર મૂકાયો હતો.