બોયફ્રેન્ડને બાંધી કોલેજિયન ગર્લ સાથે 10 યુવાનોએ સામૂહિક બળાત્કાર કર્યો
ઓડિશાના ગંજમ જિલ્લામાં એક બીચ પર એક યુવતી પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. કોલેજની વિદ્યાર્થીની આ મહિલા રવિવારે તેના એક પુરુષ મિત્ર સાથે રાજ્યના પ્રખ્યાત પર્યટન સ્થળ ગોપાલપુર બીચ પર હતી ત્યારે પુરુષોના એક જૂથ દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. નરાધમોએ તેના મિત્રને બાંધી દીધો અને પછી વારાફરતી તેના પર બળાત્કાર કર્યો. સોમવારે પીડિતાએ FIR નોંધાવ્યા બાદ ગોપાલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ માટે સાત લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે ગંજમમાં આવેલા આ બીચ પર દૂર દૂરના પ્રવાસીઓ વારંવાર આવે છે અને તે રાજ્યના પ્રખ્યાત બીચ રિસોર્ટ નગરોમાંનું એક છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ એકાંત જગ્યાએ બેઠા હતા, ત્યારે 10 લોકોનું એક જૂથ તેમની પાસે આવ્યું, તેના બોયફ્રેન્ડને અટકાયતમાં લીધો અને વારાફરતી તેના પર બળાત્કાર કર્યો હતો. અટકાયત કરાયેલા બધા વ્યક્તિઓ પુખ્ત વયના છે અને અમે તેમની વિવિધ દ્રષ્ટિકોણથી પૂછપરછ ચાલી રહી છે. અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા લોકો સ્થાનિક નથી અને રાજા ઉત્સવ નિમિત્તે બીચની મુલાકાત લીધી હતી. આ ઘટનાએ આ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા ત્રણ અન્ય મહિલાઓ સાથે ખાનગી મેસમાં રહે છે.
દરમિયાન, નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિદાએ જણાવ્યું હતું કે તેમણે ગંજમ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રવણ વિવેક એમ સાથે વાત કરી છે અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાયો છે કારણ કે ગંજમ જિલ્લાનો આ બીચ દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે.