GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા શેરીનાટકના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ અપાયો

તા.૨૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાની જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન – અર્બન’ હેઠળ શેરીનાટકના માધ્યમથી લોકોને સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કલાકારોએ નાટકમાં કચરાના યોગ્ય નિકાલ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા જેવા મુદ્દાઓને સરળ અને અસરકારક રીતે રજૂ કર્યા હતા. આ નાટકનો આશય લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો હતો. આમ, શહેરીજનોએ આ નાટક નિહાળીને સ્વચ્છતા અંગેની માહિતી મેળવી હતી.

Back to top button
error: Content is protected !!