AHAVADANG

આહવા પોલીસની ટીમે મોટર સાયકલ પર દારૂ ખેપ મારતા બે ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાની આહવા પોલીસની ટીમે મોટરસાયકલ પર વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારબદીની પ્રવૃત્તિઓને ડામવા માટે સૂચનાઓ આપી હતી.જે અન્વયે આહવા પોલીસ મથકની પોલીસ ટીમે લાગુ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન આહવા પોલીસની ટીમને નકટયાહનવત વિસ્તારમાં એક મોટરસાયકલ પર બે ઈસમો થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ આવતા હોવાની બાતમી મળી હતી.જે બાતમીવાળી મોટરસાયકલ સવારોને હે.કો.શક્તિસિંહ સરવૈયાની ટીમે ઉભી રાખી તપાસ કરતા થેલામાંથી બિયર ટીન નંગ 70 જેની કિંમત 8800નો મુદ્દામાલ મળી આવ્યો હતો.હાલમાં આહવા પોલીસની ટીમે મોટરસાયકલ પર દારૂનો જથ્થો વહન કરી લઈ જનાર ઇસમોમાં ગમજભાઈ જાનુભાઈ પવાર તથા અર્જુનભાઈ વામનભાઈ ગાંગુર્ડે રે.પીપલપાડા.તા.સુબિરનાઓની પાસેથી 8,800નો દારૂનો જથ્થો તથા મોટરસાયકલનાં 20,000 મળી કુલ 28,800નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!