બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લા, વાગરા તાલુકાના સુવા ગામ ખાતે એસ. આર. એફ. ફાઉન્ડેશન, ભરૂચ દ્વારા કોમ્યુનિટી હૉલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SRF LTD પ્લાન્ટમાંથી સંજય પાટીદાર સાહેબ (HR HEAD), ભાવેશભાઈ ગોહિલ અને પંકજભાઈ પરમાર તેમજ ગામના સરપંચ શ્રીમતિ મંજુલાબેન, ઉપસરપંચ શ્રી રાજેશભાઈ, શિંગનાથ સદાવ્રત આશ્રમ ટ્રસ્ટનાં પ્રમુખ ભગવાનભાઈ, મંદિરનાં પુંજારી વ્રજ વિહારીદાસ બાપુ, તેમજ કોન્ટ્રાકટર કૌશિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
SRF Foundation પ્રોગ્રામ ઓફિસર જિગ્નેશ ક્રિસ્ટી, પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ જાકીરહુસેન જાંસા, ડિજિટલ ઇન્સ્ટ્રક્ટર યોગેશ વસાવા અને મોબિલાયઝર જીતેશ ગામિત, ગામના માજી સરપંચ, ટ્રસ્ટીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સંજય પાટીદાર સાહેબ અને ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા કોમ્યુનિટી હૉલનું ઉદ્ઘાટન કરી, રિબિન કાપી, કોમ્યુનિટી હૉલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરનાં પૂજારી દ્વારા શ્લોકજ્ઞાન કરી સૌ એ હૉલમાં પ્રવેશ લીધો. ત્યારબાદ ઉપસ્થિત સર્વેનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યુ. ત્યારબાદ ગામના ઉપસરપંચ શ્રી રાજેશભાઈ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. જેમાં SRF LTD અને SRF Foundationનાં તમામ કાર્યોને વેગ આપવામાં આવ્યો. તેઓએ જણાવ્યુ કે, SRF LTD અને SRF Foundation સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સ્વાસ્થ્ય, સ્વચ્છતા તેમજ કુદરતી હોનારતો દરમિયાન હંમેશા સુવા ગામ તથા આસપાસના ગામોમાં પ્રત્યક્ષ રીતે મદદ પુરી પાડે છે. ગામના વિકાસ માટે જરૂરી તમામ કાર્યોમાં SRF LTD અને SRF Foundation હંમેશા અગ્રેસર રહ્યું છે તે માટે સમગ્ર પંચાયત પરિવાર અને ગ્રામજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
સંજય પાટીદાર સાહેબ દ્વારા પોતાના વક્તવ્યમાં ગ્રામજનો, SRF LTD અને SRF Foundation સાથેના સારા સબંધો, સાથ સહકાર અને સતત સહકાર મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. વધુમાં કોમ્યુનિટી હૉલને ૦૨ વર્ષ સુધી જતન (કાળજી) લેવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
અંતે કાર્યક્રમની આભારવિધિ ભાવેશભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી અને સૌ સાથે મળી અલ્પાહાર (નાસ્તો) કરવામાં આવ્યો હતો. આમ, સૌના સહયોગથી “કોમ્યુનિટી હૉલ લોકાર્પણ” કાર્યક્રમ સફળ બન્યો હતો.