KALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ ઓફિસના કર્મચારીને તેમની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા હાઇકોર્ટનો આદેશ.

તારીખ ૨૨ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીક લેન્ડ રેકોર્ડ અધિકારી ગોધરા ખાતે આવેલ કચેરીમાં તારીખ ૧/૪/૦૨ થી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કાનાભાઈ પરમાર કે જેઓને સંસ્થાએ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય તેમની લાંબા સમયની નોકરીમાંથી એકાએક તારીખ ૧/૩/૦૮ થી આઈડી એકની કલમ ૨૫એચ અને ૨૫ એફ નો ભંગ છુટા કરી દેતા અરજદારે ગુજરાત સ્ટેટ લેબલ ફેડરેશનના પ્રમુખ અંબાલાલ એસ ભોઈ નો સંપર્ક કરેલ જેના આધારે ફેડ્રેશને ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭ ની કલમ ૧૦ (૧) હેઠળ અરજદારને પડેલા દિવસોના પૂરેપૂરા પગાર સહિત તેમની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવાની નોટિસ આપે પરંતુ સંસ્થાના અધિકારીઓએ તે નોટિસ નો કોઈ અમલ કરેલ ન હતો કે કોઈ યોગ્ય પ્રત્યુતર આપેલ ન હતો જે બાબતે અરજદાર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ દ્વારા મદદનીશ મજૂર કમિશનર ગોધરા સમક્ષ તેમનો વિવાદ ઉપસ્થિત કરે પરંતુ મદદનીશ લેબર કમિશનર સમક્ષ સુખદ સમાધાન ના થતા આ કેસ મજૂર અદાલત ગોધરા ખાતે રેફરન્સ કરવામાં આવેલ જે કેસનો રેફરન્સ નંબર એલસીજી ૮૫/૧૨ પડેલ જે કેસ ચાલી જતા ફેડરેશનના એડવોકેટ શિતેષ એ ભોઈ તથા વૈભવ આઈ ભોઈ એ હાજર રહી નામદાર મજૂર અદાલત સમક્ષ દલીલો કરતા ગોધરા મજુર અદાલતના પૂર્વ ન્યાયાધીશ છાયાબેન એલ મહેતા એ પક્ષકારોની દલીલો ધ્યાને લઈ અરજદારને પડેલા દિવસોના પગાર સિવાય સળંગ નોકરીથી તેમની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવા બાબતે તારીખ ૮/૫/૧૫ ના રોજઆદેશ કરે જે આદેશ થી નારાજ થઈ સરકાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષએસ સી એ ૨૨૧૦/૧૬ દાખલ કરે જે કામે અરજદાર તરફે એડવોકેટ દિપક આર દવે હાજર રહે જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બંને પક્ષકારોની દલીલો ધ્યાને લઈ મજુર અદાલત ગોધરાના હુકમ યથાવત રાખેલ જે હુકમથી પણ સરકારે ફરી નારાજ થઈ હાઇકોર્ટ ના પેનલ ન્યાયાધીશ સમક્ષ એલપીએ નંબર ૨૧૫/૨૩ દાખલ કરેલ જે ચાલી જતા હાઇકોર્ટના પેનલ ન્યાયમૂર્તિ આશુતોષશાસ્ત્રી સાહેબ તથા જેડી દોષી સાહેબે તારીખ ૨૧/૩/૨૩ આખરી ચુકાદો આપતા અગાઉ થયેલા બંને કોર્ટના ના હુકમને યથાવત રાખેલ અને તે હુકમનું સમય મર્યાદામાં પાલન કરી અરજદાર અશોક ભાઈ કાનાભાઈ પરમાર ને તેમની મૂળ જગ્યાએ ડ્રાઇવર તરીકેની ફરજ ઉપર હાજર કરવાનો આખરી આદેશ ફરવા ફરમાવેલ છે લાંબા સમય બાદ અરજદારને ફરી જીવનદાન અને તેમની રોજી રોટી મળતા તેમના પરિવારમાં આનંદ છવાયો છે‌.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!