MEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લો કોરોના સામે વિવિધ તબક્કે સુસજ્જ

કોરોના સંદર્ભે અધિક આરોગ્ય સચિવના અધ્યક્ષ સ્થાને વીસીના માધ્યમથી બેઠક યોજાઇ
મહેસાણા જિલ્લો કોરોના સામે વિવિધ તબક્કે સુસજ્જ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કોરોના સંદર્ભે અધિક આરોગ્ય સચિવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.જેમાં ટેસ્ટીંગ વધારવા, મોકડ્રીલ કરવા સહિત કોરોના સંદર્ભે લોકોમાં જાગૃતિ આવે માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા.કોરોના જેવી મહામારીનો મુકાબલો કરવા માટે મહેસાણાનું જીલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. RTPCR TESTING LAB FACILITY માટે જીએમઈઆરએસ વડનગરમાં ૧૫૦૦,જનરલ હોસ્પિટલ મહેસાણામાં ૧૫૦૦,નુતન હોસ્પિટલ વિસનગરમાં ૫૦૦,સ્ટર્લીંગ પ્રાઇવેટ લેબમાં ૧૦૦0,એસડીએચ વિસનગરમાં ૫૦૦,એસડીએચ ઊંઝામાં ૫૦૦ અને એસડીએચ કડીમાં ૫૦૦ એમ કુલ ૬૦૦૦ જેટલા ટેસ્ટની દૈનિક કેપીસીટી ધરાવે છે જેની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી હોસ્પિટલ બેડ માટે ૮૧૬ સરકારી બેડમાં ૩૭૧માં આઈશોલેશન,૩૭૨માં ઓકસીઝન,૭૩માં આઈસીયુ વીથ વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ છે જયારે ૨૪૦૦ ખાનગી બેડમાં ૬૯૭માં આઈશોલેશન,૧૨૫૩માં ઓકસીઝન,૧૬૯માં આઈસીયુ વીથ વેન્ટીલેટર,૨૮૧માં આઈસીયુ વિથાઉટ વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ છે એમ કુલ જીલ્લામાં ૩૨૧૬ બેડમાં ૧૦૬૮માં આઈશોલેશન,૧૬૨૫માં ઓકસીઝન,૨૪૨માં આઈસીયુ વીથ વેન્ટીલેટર,૨૮૧માં આઈસીયુ વિથાઉટ વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ છે જેની ખાસ સમીક્ષા કરાઇ હતી.ઓકસીઝનની ઉપલબ્ધતા માટે ૧૩.૪૨MT નાં ૧૪ PSA પ્લાન્ટ,૩૫MTનાં ૪ ઓક્સીઝન પ્લાન્ટ,૧૩૮(10 લીટર) અને ૨૧૫(૫ લીટર) ઓક્સીઝન કોન્સત્રલટેતર્સ,૨૭૬ જમ્બો ઓક્સીઝન સીલીન્ડર અને ૩૩૧ સ્મોલ ઓક્સીઝન સીલીન્ડર,૫૫MT લીક્વીડ ઓક્સીઝનની ઉપલબ્ધતા અંતર્ગત સમીક્ષા કરાઇ હતી.કોવિડ વેક્શીનેશનનાં સંદર્ભમાં ૧૮ વર્ષથી વધારેમાં કુલ ૧૫,૭૬,૬૫૪માંથી ૧૪,૭૯,૭૮૩ એ પ્રથમ ડોઝ,૧૪,૫૪,૧૪૪ એ બીજો ડોઝ લીધો છે.જયારે ૧૨,૦૯,૧૭૩ માંથી ૫,૨૪,૧૦૨ એ પ્રીકોજન ડોઝ લીધો છે. સહિતની વિવિધ સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!