GUJARATJUNAGADHVISAVADAR

વિસાવદર તાલુકાના નાનીપીંડાખાઇ અને ઝાંજેસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ ઉષ્માભેર આપ્યો આવકાર

પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકિય જાણકારી આપી લાભો અર્પણ કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી ગામે-ગામ પ્રવાસ કરીને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભાર્થીઓને મળવા પાત્ર યોજનાકીય લાભોનું વિતરણ કરી રહી છે. જૂનાગઢ જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકો ઉત્સાહભેર જોડાઇને રથને આવકારી વિવિધ યોજનાઓની જાણકારી મેળવી વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની પીંડાખાઇ અને ઝાઝેસર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રેખાબેન સોમાતભાઇ સરૈસીયા સહીત ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
રથયાત્રા ઝાજેસર ગામે આવી પહોંચતા અગ્રણી સોમાતભાઇ અને ગામનાં સરપંચ જયેશભાઇ ચાંક દ્વારા પ્રાસંગિક વાત કરતા જણાવ્યુ હતુ કે સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં અંત્યોદય પરિવારને મળી રહે અને લોકો યોજનાકીય બાબતોથી માહિતગાર થાય એવા ઉમદા આશયથી પ્રધાનમંત્રીનાં આ પ્રયાસને અમે આવકારીએ છીએ. વિસાવદરનાં અંતરિયાળ વિસ્તારનું ૮૩૦ ની જનસંખ્યા ધરાવતુ અમારૂ ઝાંઝેસર ગામ કૃષિ અને પશુપાલન આધારીત ગામ છે, ગામમાં ઘરે ઘરે નળ સે જળ મળી રહ્યા છે. અમારા ગામમાં વાસ્મો પુરસ્કૃત યોજના સારી રીતે કાર્ય કરી રહી છે. અમારૂ ગામ સ્વચ્છતાનાં માપદંડોને અનુસરી આજે ગ્રામપંચાયતને રથયાત્રામાં વાસ્મોનાં નાયબ મેનેજર શૈલેષ પંડીત દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા છે, કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. સોઈલ હેલ્થ કાર્ડ અને ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવનું નિદર્શનન કરાયું હતું. ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું હતું.
કાર્યક્રમમાં ‘મેરી કહાની મેરી ઝુબાની’  અંતર્ગત પોષણ અભિયાન અંતર્ગત આયુષ્માન કાર્ડ પીએમ ઉજ્જવલા યોજના પીએમ કિશાન સ્વનિધી યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાત સૌની સમક્ષ પ્રસ્તુત કરી હતી.
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.
આ કાર્યક્રમમાં ઝાંઝેસરનાં ઉપ સરપંચ જયરાજ વિકમા, સુરેશભાઇ વઘાસિયા, ભરતભાઇ બસીયા, મહેશભાઇ વઘાસિયા, મહેન્દ્રભાઇ કોરાટ, આંકડા અધિકારી રીંકલ પોંકીયા, ભાસ્કરભાઇ, સુપરવાઈજર સુશ્રી પુનમબેન સિરોદરીયા, મિશનમંગલમમાંથી આર.બી. મુછડીયા, ગ્રામસેવક આર.બી.સોંદરવા, આરોગ્ય સુપરવાઈઝર કે.જે.રાખોલીયા, યુનિયન બેંકમાંથી યજ્ઞેશ વ્યાસ સહિત ગામોમાંથી પધારેલા અગ્રણીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!