MORBIMORBI CITY / TALUKO

મોરબી માં વાવડી રોડ ખાતે બાળકો માટે અત્યાધુનિક પ્લે હાઉસ નો શુભારંભ..

મોરબી માં વાવડી રોડ ખાતે બાળકો માટે અત્યાધુનિક પ્લે હાઉસ નો શુભારંભ..

 


મોરબી ના મહિલા સામાજિક કાર્યકર અને પ્લે હાઉસ ના સંચાલન ના વર્ષો ના અનુભવી શ્રીમતિ માલતીબેન દીપકભાઈ જાદવ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.મોરબી ના વાવડી રોડ પર સોમેયા સોસાયટી ખાતે નવ નિર્મિત આધુનિક સાધનો અને સુવિધાઓ થી સજ રક્ષ પ્લે હાઉસ નું દીપ પ્રાગટ્ય અને રીબીન ક્ટ કરીને સામાજિક સેવાકીય કાર્યકરો, સરકારી વિભાગો ના પ્રતિનિધિઓ , તથા મોટી સંખ્યા માં સ્થાનિક રહેવાસીઓ ની હાજરી માં લાભાર્થી ભૂલકાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આ તકે સામાજિક સંસ્થા ના બાળ વિકાસ કાર્યક્રમ ના કો ઓર્ડીનેટર શ્રીમતી આરતીબેન મેહુલભાઈ રત્નાણી એ જણાવ્યું હતું કે સ્થાનિક વિસ્તાર માં બાળકો ની સંખ્યા અને જરૂરિયાત મુજબ આધુનિક પ્લે હાઉસ ની ખાસ જરૂરિયાત હતી જે હાલ માં પૂરી થઈ છે અહી બાળકો ના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ પ્રવૃત્તિઓ તાલીમબદ્ધ પ્રતિનિધિઓ દ્વારા અમલીકરણ કરાવવામાં આવશે અને આ પ્લે હાઉસ ઉત્તમ બાળ સેવા કેન્દ્ર તરીકે વિકસિત થશે ..

નગરપાલિકા મોરબી ના મેનેજર શ્રી હરેશભાઈ ખડોડરા એ જણાવ્યું કે ,બાળકો ના વિકાસ થકી જ રાષ્ટ્ર વિકાસ અંતર્ગત, આ પ્લે હાઉસ પાયાનું કેન્દ્ર સાબિત થશે .કાર્યક્રમ ના અંત માં શ્રીમતી માલતીબેન દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી સ્મૃતિ ભેટ તરીકે શ્રીમદ ભગવદ ગીતા નું પુસ્તક દરેક ને વ્યક્તિગત આપીને આભાર વ્યક્ત કર્યો હતો…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!