GUJARATRAJKOTUPLETA

Upleta: ઉપલેટા નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ તા. ૧૭ જાન્યુઆરીએ સર ભગવતસિંહ કન્યા શાળા ખાતે યોજાશે

તા.૧૬/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ, વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ સરકાર દ્વારા “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે. જેના નવમા તબક્કા અન્વયે તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૪ ને બુધવાર ના રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના શહેરી વિસ્તાર માટે “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી લઈ શકશે.

આ કાર્યક્રમમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ જેટલી યોજનાકીય સેવાઓ એક જ સ્થળે નગરજનોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિવિધ સેવાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા સાથે અરજદારે હાજર રહેવાનું રહેશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે ઉપલેટા નગરપાલિકાની વિવિધ કચેરીનાં અધિકારીશ્રીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો લાભાર્થીઓએ લાભ લેવા વહીવટીતંત્ર વતી ઉપલેટા વહીવટદારશ્રી જે. એન. લીખીયા, ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી નિલમ ઘેટીયાએ અનુરોધ કર્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!