BANASKANTHATHARAD
થરાદ મુસ્લિમ સમાજ સસ્તાદરે દ્વારા ચોપડા વિતરણ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
આજે થરાદ બસ સ્ટેન્ડ પાસે થરાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સર્વ સમાજ માટે રાહતદરે બજાર ભાવ કરતા અડધી કિંમતે ફુલ સાઈઝ ના ચોપડા ઓ રૂ 15 ના ભાવ થી આજે બે જગ્યા ઉપર સ્ટોલ ખોલી 7000 સાત હજાર ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું ચોપડા નો સ્ટોલ થરાદ મુસ્લિમ ઘાંચી સમાજના આ વર્ષે M.B.B.S.પદવી હાસીલ કરેલ તેવા થરાદ તાલુકાના લેડાઉ ગામના વતની ડો.ઈનુષભાઈ.શુભાનભાઈ ઘાંચી ના હસ્તે સ્ટોલ ખુલા મુકવામાં આવેલ આ ચોપડા ઓ માટે જેમણે શુભેચ્છા ઓ અને ધંધા રોજગાર લગતી જાહેરાતો થકી જે દાતાઓ એ મદદ કરી તે બદલ થરાદ મુસ્લિમ સમાજ ના પ્રમુખ હાજીભાઈ.જે.પઠાણે દાતાઓનો ખુબ ખુબ આભાર માન્યો