GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબીમાં સાવસર પ્લોટમાં પાર્ક કરેલ કારના દરવાજાનો તોડી રોકડ રકમની ચોરી
MORBi:મોરબીમાં સાવસર પ્લોટમાં પાર્ક કરેલ કારના દરવાજાનો તોડી રોકડ રકમની ચોરી
મોરબી ના અવની ચોકડી પાસે શોભકુંજમાં રહેતા શૈલેષભાઇ બચુભાઇ સાણજા ઉવ.૪૬ ગત તા.તા.૧૬/૦૭ના રોજ પોતાની મારુતિ સુઝુકી કંપનીની બલેનો કાર રજી.નં. જીજે-૩૬-એફ-૨૯૫૪ સાવસર પ્લોટ શેરી નં. ૧૧-૧૨ વચ્ચે આવેલ સાગર હોસ્પિટલ સામે રોડ ઉપર પાર્ક કરી હતી ત્યારે સવારે ૧૧:૧૫ થી બપોરના ૧ વાગ્યા એમ બે કલાકના સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમ ઉપરોક્ત બલેનો કારના દરવાજાનો કાચ તોડી કારમાં બેગમાં રાખેલ રોકડા ૧ લાખ ચોરી કરી લઈ ગયા હતા. હાલ શૈલેષભાઇ દ્વારા ઉપરોક્ત થયેલ ચોરી અંગે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.