GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:નીલકંઠ સ્કૂલ – મોરબી ખાતે વૈદિક શ્લોક તેમજ યજ્ઞ વિધિ દ્વારા તુલસી પૂજન કરી તુલસી દિવસ ઉજવવામાં આવ્યો..

નીલકંઠ સ્કૂલ – મોરબી ખાતે વૈદિક શ્લોક તેમજ યજ્ઞ વિધિ દ્વારા તુલસી પૂજન કરી તુલસી દિવસ ઉજવવામાં આવ્યો..

આપ બધા જાણો છો કે દિવસે ને દિવસે સમય જતા સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના નાગરિકો એ મોડર્ન દેખાવાની સ્પર્ધા માં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે. તો આ વિદેશી સંસ્કૃતિ માંથી આઝાદી મેળવવા અને ભારતની મૂલ્યવાન પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે તથા વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા 25 ડિસેમ્બર ને સોમવાર ના રોજ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા આપણી નીલકંઠ સ્કૂલ ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતુ

તુલસી પૂજનમાં વિદ્યાર્થીઓ તુલસીના છોડનું પૂજન કર્યું, યજ્ઞ કર્યો તથા તુલસીની આરતી કરી હતી.

આ તકે નીલકંઠ સ્કૂલ અને SK SAVE SOIL LLP કે જે ઓર્ગેનિક ખાતરનાં ઉત્પાદનકર્તા છે તેનાં સંયુક્ત ઉપક્રમે સેવ સોઈલ, સેવ લાઈવ્સ ના હેતુ ને સાર્થક કરવા વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થી રાસાયણિક ખાતર ની જમીન પર થતી આડ અસર અને ઓર્ગેનિક ખાતર થી થતા ફાયદા બાબતે માહિતગાર બને તે હતો.

દરેક વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું મહત્વ સમજે અને વિશ્વ ભારતીય સંસ્કુતિ અનુસરે અને ફેલાવો થાય તે હેતુ થી પોત પોતાના ઘરે એક એક તુલસી નો છોડ વાવ્યો હતો અને તેની સેલ્ફી પાડી તુલસીનું મહત્વ દર્શાવતો સંદેશો આપ્યો હતો.

તુલસીના પૂજનના અનેક ફાયદાઓ થાય છે જેવા કે…ખરાબ વિચારો દુર થાય છે પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અનેક પાપો નષ્ટ થાય છે ભય અને ક્રોધ દૂર થાય છે તુલસીનો છોડ ઔષધિ માટે પણ ઉપયોગી છે આવા અનેક ઉદેશ્યથી વિદ્યાર્થીઓએ સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!