MORBI:મોરબી OSEM CBSE સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની CBSE STEM DLD ટ્રેનિંગ યોજાઈ.
MORBI:મોરબી OSEM CBSE સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની CBSE STEM DLD ટ્રેનિંગ યોજાઈ.
મોરબી જીલ્લા ની વિવિધ CBSE સ્કુલ ના શિક્ષકો આ ટ્રેનિંગ માં જોડાયા હતા.
શિક્ષણ ક્ષેત્રે આવતા અવનવા પરિવર્તનો ને આધીન CBSE બોર્ડ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો દેશ ની વિવિધ CBSE સ્કુલ માટે યોજવામાં આવતા હોય છે, ત્યારે મોરબી ની OSEM CBSE સ્કુલ ખાતે મોરબી જીલ્લા ની CBSE સ્કુલ ના શિક્ષકો માટે CBSE STEM DLD ટ્રેનિંગ નુ આયોજન મોરબી જીલ્લા CBSE તાલીમ સંયોજક તથા OSEM સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ, જેમાં મોરબી જીલ્લા ની વિવિધ CBSE સ્કુલ ના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટ્રેનિંગ માં NEP 2020 મુજબ દૈનિક શિક્ષણ પ્રથાઓમાં STEM ને એકીકૃત કરવા પર કેન્દ્રીત હતુ, ટ્રેનિંગ નું સફળ સંચાલન નિષ્ણાંત ટ્રેનર સુધા શાહ મેડમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ ટ્રેનિંગ માં વર્ગખંડ માં શિક્ષણની ગુણવતા કઈ રીતે વધારવી, શીખવાની પધ્ધતિમાં નવીનતાને પ્રોત્સાહન આપવુ તેમજ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ સહીતની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
CBSE બોર્ડ દ્વારા આયોજીત જીલ્લા કક્ષાની ટ્રેનિંગ ના સફળ આયોજન તેમજ ટ્રેનિંગ માં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ શિક્ષકોને OSEM CBSE સ્કુલ ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી.