વડાલી શહેરમાં સાબરકાંઠા બેંકમાં ગ્રાહકની નજર ચૂકવી થેલી નીચેથી કાપી પૈસાની ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી રૂ.૧,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
વડાલી શહેરમાં સાબરકાંઠા બેંકમાં ગ્રાહકની નજર ચૂકવી થેલી નીચેથી કાપી પૈસાની ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી રૂ.૧,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિજય પટેલ, સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. હિંમતનગર નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા, તથા એલ.સી.બી.ના પોલીસ માણસોની ટીમો બનાવેલ. ગઇ કાલ તા.૨૨/૦૭/૨૦૨૪ ના કલાક.૧૧/૪૫ વાગ્યાના સમયે વડાલી સાબરકાંઠા બેન્કમાં ફરીયાદીશ્રી તેમના ઘરેથી રોકડ રૂ.૧.૫૦,૦૦૦ /- એક કપડાની થેલીમાં મુકી તેમના બેન્ક ખાતામાં જમા કરવા સારૂ ગયેલા અને બેંકમા આવેલ કાઉન્ટર પર સ્લીપ ભરતા હતા તે વખતે કોઇ અજાણ્યા ઇસમોએ પાછળથી ફરીયાદીની કપડાની થેલી બ્લેડ થા ચપ્પા જેવું હથીયાર મારી થેલીનો નીચેનો ભાગ ફાડી થેલીમાં રહેલ રોકડ રૂ.૧,૫૦,૦૦૦ /- ચોરી કરી લઇ ગયેલ જે અંગે વડાલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૫૪૨૪૦૩૦૭/૨૦૨૪ બી.એન.એસ કલમ. ૩૦૩(૨) મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોઇ જે ગુન્હાના કામે એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી સ્થળ વિઝીટ કરી બેંકના તથા આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી વિડીયો ફુટેઝ ચકાસણી કરી હથુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ તથા ICJS પોર્ટલ તથા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ દરમ્યાન સુંદર ત્રણ ઇસમો આ ચોરીમા સંડોવાયેલ હોવાનો શક પડેલ જેથી હ્યુમન સોર્સીસ દ્વારા તપાસ દરમ્યાન બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ” સદર ત્રણેય ઇસમો બનાસકાંઠા પાલનપુર આદર્શનગર બાવરી ડેરા ખાતે રહેતા બાવરી સમાજના શીવા બગાળી કોળી (બાવરી) તથા શીવા રણધીર ભાટ તથા મુરલી પરષોતમ ચૌહાણ (બાવરી) નાઓ હોય અને તેઓ છુટક વાહનમાં બેસી બનાસકાંઠા પાલનપુર તેમના વતન ખાતે જતા રહેલ છે.’ ‘ જે હકીકત આધારે ટીમના માણસોને બનાસકાંઠા પાલનપુર આદર્શ નગર બાવરી ડેરા ખાતે મોકલી તપાસ કરાવતાં ત્રણ ઇસમો પૈકી બે ઇસમો મળી આવતા તેઓને એલ.સી.બી. ઓફીસે લાવી પુછપરછ કરતા છ ગુજકોપ એપ્લીકશનમાં ચેક કરતા સદરી બન્ને ઇસમો ગુન્હાહીત ઇતીહાસ ધરાવતા હોય બન્નેની ઉંડાણ પૂર્વક યુક્તીપ્રયુક્તીથી પુછપરછ કરતા તેઓ બન્નેએ તથા તેમની સાથેનો બીજો એક ઇસમ ત્રણેય સાથે મળી વડાલી સાબરકાઠા બેન્કમાંથી ચોરી કરેલ હોવાનું જણાવતા મળી આવેલ બન્ને આરોપીઓને વડાલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૫૪૨૪ ૦૩૦૭/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૩ (૨) મુજબના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૩૫(૧)(ઇ), મુજબ અટક કરી ચોરીમાં ગયેલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૧૦૬ મુજબ કબજે કરી હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) શીવાભાઇ સ/ઓ બંગાળીભાઇ કિશન કોળી (બાવરી) ઉ.વ.૨૩ રહે.પાલનપુર દર્શનગર તારાનગર
બાવરી ડેરા તા. પાલનપુર જી.બનાસકાંઠા
(૨) શીવા સ/ઓ રણધીર પ્રેમ ભાટ ઉ.વ.રર મુળ રહે.ભટીડા દાદી-પોતી પાક પાસે તા.ભંટીડા
જી.ભટીડા હાલ રહે.પાલનપુર આદર્શનગર તારાનગર બાવરી ડેરા તા.પાલનપુર જી.બનાસકાંઠા
પકડવાના બાકી આરોપી
(૧) મુરલી પરષોતમ ચૌહાણ (બાવરી) રહે,પાલનપુર આદર્શનગર તારાનગર બાવરી ડેરા
તા.પાલનપુર જી.બનાસકાંઠા
રીકવર કરેલ મુદ્દામાલ :- રોકડ રકમ કુલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/-
આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ :- (ICUS પોર્ટલ ઉપર ચેક કરતાં)
(૧) શીવાભાઇ સ/ઓ બંગાળીભાઇ કિશન કોળી
(૧) બનાસકાંઠા જીલ્લાના પાલનપુર પશ્ચીમ પો.સ્ટે ફસ્ટ ગુ.૨.નંબર-૦૦૯૬/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૫૬.૩૭૯ મુજબ
(૨) શીવા સ/ઓ રણધીર પ્રેમ ભાટ
(૧) બનાસકાંઠા જીલ્લાના ડીસા પૂર્વ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૬૨૦૦૩૫૧/૨૦૨૦ ઇ.પી.કો કલમ.૩૭૯,૧૧૪ મુજબ
(૨) બનાસકાંઠા જીલ્લાના ડીસા રૂરલ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૯૨૦૦૬૮૪/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.
(3) મોરબી જીલ્લાના હળવદ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૧૨૦૦૬૦૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૩) મુરલી પરષોતમ ચૌહાણ (બાવરી)
(૧) બનાસકાંઠા જીલ્લાના પાલનપુર પશ્ચીમ પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નંબર- ૧૧૧૯૫૦૧૦૨૨૦૧૦૦/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫એએ.૧૧૬(બી) મુજબ.
– કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
શ્રી એસ.એન.કરંગીયા, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી.
શ્રી એસ.જે.ચાવડા પો.સ.ઇ.
એ.એસ.આઇ વિક્રમસિંહ પુંજસિંહ
અ.પો.કો શુકલજીતસિંહ પ્રવિણસિંહ
એ.એસ.આઇ ચાંપાભાઈ લાખાભાઇ
આ.પો.કો વિજયકુમાર ભિખાભાઇ
એ.એસ.આઇ.સનતકુમાર ધીરૂભાઇ
આ.પો.કો પ્રકાશકુમાર પ્રભાભાઇ
એ.એસ.આઇ.કમલેશસિંહ રજસિંહ
આ.પો.કો અનિરૂધ્ધસિંહ ઇન્દ્રસિંહ
ટેકનીકલ એ.એસ.આઇ સચિન જસુભાઇ
ડ્રા.પો.કો રમતુજી મણાજી
અ.હે.કો. વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ
ડ્રા.પો.કો કાળાજી ભગાજી
અ.હે.કો. અમરતભાઈ મેલાભાઈ
અ.હે.કો. ધવલકુમાર રઘજીભાઇ
અ.પો.કો ગોપલભાઈ પ્રવિણભાઇ