AHAVADANG

ડાંગ: આહવા તાલુકા વિકાસ અધિકારી સામે કાર્યવાહી કરવા ગાંધીનગર વિકાસ કમિશ્નર અરજ ગુજાર…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા વિકાસ અધિકારી સામે કાર્યવાહી કરવા બાબતે કૉંગ્રેસી કાર્યકર્તાએ વિકાસ કમિશ્નર ગાંધીનગરને અરજ ગુજારતા હડકંપ મચી જવા પામ્યો છે…
ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિનાં આગેવાન મનિષ મારકણાએ વિકાસ કમિશનર ગાંધીનગરને અરજ ગુજારી જણાવ્યુ છે કે ગત 24-04-2023નાં રોજ આહવા તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના ફોટા સોશીયલ મીડિયામાં વાયરલ થયા હતા.જે ફોટામાં ચૂંટાયેલા મહિલા તાલુકા સદસ્યોની જગ્યાએ પ્રમુખનાં પતિ તેમજ આહવા તાલુકા 1 બેઠકનાં ઉમેદવારનાં પતિ હાજર દેખાયા હતા.જેથી અરજદાર મનીષ મારકણા દ્વારા તા.25-04-23નાં રોજ આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી લેખિતમાં ખુલાસો પણ માંગેલ હતો. જેના પડઘા જે તે પ્રતિષ્ઠિત અખબારોમાં પણ પડ્યા હતા.તેમજ સામાન્ય સભામાં પંચાયત ધારા મુજબ કામગીરી કરવા પણ જણાવેલ. પરંતુ આહવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આજદીન સુધીમાં અમોને ખુલાસો કે જવાબ આપવામાં આવ્યો નથી.વધુમાં અરજદાર ખુદ ખુલાસો અને જવાબ મેળવવા રૂબરૂ તાલુકા પંચાયત કચેરી આહવા ખાતે ગયા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી યગ્નેશ અડ દ્વારા ખુલાસો આપવામાં આવેલ નથી.આ બાબત પરથી સાબિત થાય છે કે આહવા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી ભણેલ નથી અને અભણ પતિઓનું રાજ ચલાવે છે.તથા તાલુકા પંચાયતનાં પતિઓ સામે જો કાર્યવાહી કરે તો તેઓની ટકાવારી બંધ થાય તેમ છે.જેથી પતિરાજની પ્રથા બંધ કરી તુરંત કાર્યવાહી કરવાની માંગ કરી છે.જો આહવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં અરજદાર દ્વારા તાલુકા પંચાયત આહવાને તાળાબંધી તેમજ આહવા તાલુકા પંચાયતનાં બોર્ડને પતિરાજ પંચાયતનું બોર્ડ મારી વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે…

Back to top button
error: Content is protected !!