GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રાજકોટ થી દર્દી જટિલ પ્લાસ્ટિક સર્જરી માટે મોરબી આયુષ હોસ્પીટલમાં આવ્યું

MORBI:રાજકોટ થી દર્દી જટિલ પ્લાસ્ટિક સર્જરી માટે મોરબી આયુષ હોસ્પીટલમાં આવ્યું: ડો.આશિષ હડીયલ દ્વારા જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી..

 

 

રાજકોટના ૧૮ વર્ષના યુવાન ને નીચેના હોઠના ભાગે લોહીની નળીની ગાંઠ (ARTERIO-VENOUS MALFORMATION) થયેલી હતી.
ગાંઠ ના લીધે હોઠ બહુજ મોટો થઇ ગયો હતો. દેખાવમાં ખરાબ લાગતો હતો જમવામાં પણ તકલીફ પડતી હતી. લોહીની નળીની ની ગાંઠ દબાવવામાં એકદમ નરમ હોઈ છે તેમાં પુષ્કળ પ્રમાણમાં લોહી ભરેલું હોવાથી જો કોઈ ઈજા થાય તો વધારે પ્રમાણ માં લોહી વહી જાય છે અને દર્દીની હાલત ગંભીર થઇ શકે છે. તેને કાઢવા માટેનું ઓપરેશન પણ બહુ જટિલ અને જોખમી હોય છે કારણ કે ખુબ જ લોહી વહી જવાનું જોખમ હોઈ છે.પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતા પૂર્વક લોહીની ગાંઠને દુર કરવાનું ઓપરેશન કરી શ્રેષ્ઠ પરિણામ આપતા દર્દી એ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!