MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નટરાજ ફાટક રોડ પરથી બીયરટીન સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના નટરાજ ફાટક રોડ પરથી બીયરટીન સાથે ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ થી નટરાજ ફાટક તરફ જતા રોડ ઉપર જાહેરમાં ચાર બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ થી નટરાજ ફાટક તરફ જતા રોડ ઉપર જાહેરમાં આરોપી ચેતનભાઈ હર્ષદભાઈ જાંબુકિયા (ઉ.વ.૨૩) રહે. ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળાએ પોતાના હવાલાવાળા સુઝુકી એક્સેસ મોટરસાયકલમા રજીસ્ટર નંબર -જીજે-૩૬-એજી-૭૬૨૭ વાળામાથી બિયર ટીન નંગ -૦૪ કિં રૂ. ૪૦૦ તથા એક્સેસ મોટરસાયકલ કિં રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.