GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાના આમરણ ગામે દેવીપુજકવાસમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા

MORBI:મોરબી તાલુકાના આમરણ ગામે દેવીપુજકવાસમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા

 

 

મોરબી તાલુકાના આમરણ ગામે પગથીયાશેરી દેવીપુજકવાસમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂપીયા ૪૪,૬૫૦/-ના મુદામાલ સાથે પકડી મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.


મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, આમરણ ગામે આવેલ પગથીયા શેરી દેવીપુજકવાસમાં જાહેરમાં અમુક ઇસમો તીનપતીનો જુગાર રમે છે, તેવી મળેલ બાતમીના આધારે આમરણ ગામમા રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા આઠ ઈસમો જીવરાજભાઇ પવનભાઇ થારૂકીયા, બહાદુરભાઇ પવનભાઇ થારૂકીયા, દિનેશભાઇ ભલુભાઇ થારૂકીયા, મનીષભાઇ અણંદાભાઇ થારૂકીયા, સંજયભાઇ બટુકભાઇ થારૂકીયા, કમલેશભાઇ વસંતભાઇ થારૂકીયા, સતીશભાઇ મહેશભાઇ થારૂકીયા, રાહુલભાઇ ચમનભાઇ થારૂકીયા રહે. બધા આમરણ તા.જી. મોરબીવાળાને રોકડા રૂપીયા ૪૪,૬૫૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.

Back to top button
error: Content is protected !!