તા.૧૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટની એન.સી.સી.ગૃપ હેડકવાર્ટર્સ, એ.વી.પી.ટી.કોલેજ ખાતે કારગિલ વિજય દિવસની રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં હતી. આ નિમિત્તે યોજાયેલી દ્વારકાથી દ્રાસ (કારગિલ) સુધીની મોટર સાયકલ રેલીને બ્રિગેડિયરશ્રી એસ. સંજયએ ફ્લેગ ઓફ કર્યું હતું.
વર્ષ ૧૯૯૯માં પાકિસ્તાન વિરુધ્ધ કારગીલ યુધ્ધમાં દેશની આન,બાન અને શાનને સલામત રાખવા ભારતમાતાના વીર સપૂતોએ અદમ્ય સાહસ દેખાડી વીરતા સાથે પોતાનું બલિદાન આપ્યું હતું. આ યુધ્ધ વર્ષ ૧૯૯૯ના મે થી જુલાઈ મહિના સુધી ચાલ્યું હતું. આ યુધ્ધને ૨૫ વર્ષ પૂર્ણ થતા દેશભરમાં આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેમાં રાજકોટની એન.સી.સી.ગૃપ હેડકવાર્ટર્સ ખાતેની મહિલા કેડેટ્સએ યુધ્ધ દરમ્યાન બનતી વિવિધ ઘટનાઓને નૃત્ય સ્વરૂપે રજૂ કરી હતી અને હવલદાર શ્રી અરવિંદ યાદવે કારગિલ યુધ્ધના સૈનિકોની વીરતાની તમામ ઘટના વર્ણવી હતી. બ્રિગેડીયરશ્રી એસ.સંજયે શાબ્દિક પ્રવચન આપ્યું હતું. કારગિલ દિવસની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા, વોલ પેઇન્ટિંગ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા. આ તકે બ્રિગેડીયર શ્રી યોગેન્દ્ર ચૌધરી, કર્નલ રવિન્દ્રસિંહ, કર્નલ શ્રી રીતેષ એન.સી.સી.કેડેટ્સ અને રીટાયર્ડ આર્મીમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.