GUJARATJUNAGADHMENDARDA

મેંદરડા તાલુકાના આલીધ્રા  ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું

હેલ્થ, આઈસીડીએસ, ખેતીવાડી વિભાગના સ્ટોલ  નિદર્શન નો લાભ લેતા ગ્રામજનો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના  મેંદરડા તાલુકાના આલીધ્રા  ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું હતુ.
આલીધ્રા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ આ કાર્યક્રમમાં  ગ્રામજનોએ ટીબીની તપાસ સિકલસેલની તપાસ કરાવી હતી.
‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાના લાભથી જીવનમાં આવેલ સકારાત્મક પરીણામોની સાફલ્ય ગાથા વર્ણવી હતી.પ્રધાનમંત્રી  આવાસ યોજના, અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો એ તેના પ્રતિભાવો આપ્યા હતા.   બહોળી  સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારત અંગેના શપથ લીધા હતા.
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં  હર ઘર જલ અન્વયે અને સખી મંડળને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સરપંચ, ગ્રામપંચાયતના  સભ્યો, આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ  સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!