GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીએ જંતુનાશક દવાના છંટકાવ વખતે ઝેરી અસરથી ખેત -શ્રમિકનુ મોત

TANKARA:ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીએ જંતુનાશક દવાના છંટકાવ વખતે ઝેરી અસરથી ખેત -શ્રમિકનુ મોત

 

 

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે વાડીએ જંતુનાશક દવાના છંટકાવ કરતી વેળા ઝેરી અસર થઈ જતા પરપ્રાંતિય ખેત-શ્રમિક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


મળતી માહિતી મુજબ મહેશભાઇ સુબાનભાઇ મછાર ઉવ.૧૮ રહે. હાલ મેઘપર ઝાલા ગામની સીમ ભયલુભાઇ ઝાલાની વાડીએ તા.ટંકારા મુળરહે. બડવી ગામ તા.દનવાળી જી.ધાર રાજ્ય મધ્યપ્રદેશવાળા ઉપરોક્ત વાડીએ જંતુનાશક દવા છાંટતા હોય તે વખતે ખેત-શ્રમિક મહેશભાઈને ઝેરી દવાની અસર થતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હોય ત્યારે ચાલુ સારવાર દરમિયાન મહેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જે બાદ મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!