GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા એમ.બી.એ. ના અભ્યાસ માટે વિદ્યાર્થીને ફી સહાય

MORBI :મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા એમ.બી.એ. ના અભ્યાસ માટે વિદ્યાર્થીને ફી સહાય

 

 

સેવાના અનેક કાર્યો કરતી, મહિલાઓ દ્વારા સ્થાપીત અને સંચાલિત મોરબીની સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક વિદ્યાદાન સમો અનુપમ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી જેને એમ.બી.એ. (MBA) અભ્યાસ કરવા માટે લાયકાત સાથેની તૈયારી હતી પણ તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ આગળ કરવો મુશ્કેલ બન્યો હતો, એવા સમયે આ સંસ્થા વિદ્યાર્થીનો સહારો બની વિદ્યાર્થીની ફી ભરવાની જવાબદારી મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબીએ ઉપાડી લીધી.

તેજસ્વી વિદ્યાર્થીને ઉજ્જવળ ભવિષ્ય અને કેરિયર બનાવી શકે. અને તેવા જ પ્રયાસરૂપે આ એક મહત્વપૂર્ણ પગલું લીધુ હતુ. સમાજ માટે દાખલો બની શકે એવું આ કાર્ય સોસાયટીના સેવા ભાવના અને શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવ સમાન છે.મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી હરહંમેશા જરૂરતમંદ વિદ્યાર્થીઓ, મહિલાઓ અને સમાજના અન્ય વર્ગોને જરૂરિયાત મુજબના અનેક સેવાકીય કાર્યક્રમો કરવા કટ્ટિબદ્ધ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!