MORBIMORBI CITY / TALUKO

અંતે મોરબીના જાણીતા ડોક્ટર પર વ્યાજ ખોરી સાથે એટ્રોસિટીની ફરિયાદ દાખલ

અંતે મોરબીના જાણીતા ડોક્ટર પર વ્યાજ ખોરી સાથે એટ્રોસિટીની ફરિયાદ દાખલ

 

મોરબી: મોરબીમાં યુવકને વ્યાજખોરે આજથી ત્રણ વર્ષ પહેલા ૬લાખ તથા ૪લાખ વ્યાજે આપી ઉંચુ વ્યાજ વસુલી યુવકની આર્થિક સ્થિતિ સારી ન હોય તેથી યુવક વ્યાજખોરને વ્યાજની રકમ ન ચુકવી શકતા યુવકને જાતી પ્રત્યે અપમાનીત કરી યુવકની માતાનુ આધારકાર્ડ, પાનકાર્ડ, એ.ટી.એમ્ કાર્ડ તથા યુવકના પિતાના નામની રહેણાંક મકાનની સનદ બળ જબરીથી કઢાવી લઈ ગયો હવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં -૩મા રહેતા દિનેશભાઇ મંગાભાઈ પરમાર (ઉ.વ.૪૫) એ આરોપી ડો.આશર રહે. મોરબી શનાળા રોડ કાયાજી પ્લોટ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ નાણા ધિરધારના લાઇસન્સ વગર ફરિયાદીને આજથી ત્રણેક વર્ષ પહેલા સ.ને ૨૦૧૯ ના ફ્રેબ્રુઆરી મહિનામા પ્રથમ રૂ. ૬,૦૦,૦૦૦/ તથા ત્યારબાદ રૂ.૪,૦૦,૦૦૦/- વ્યાજે આપી ઉંચુ વ્યાજ વસુલી આ કામના ફરિયાદીની આર્થિક સ્થિતી સારી ન હોય ફરિયાદી આરોપીને વ્યાજની રકમ નહિ ચુકવી શકતા આરોપીએ ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી ફરિયાદી અનુ.જાતિના છે એવુ જાણવા છતા ફરિયાદીના માતા લાભુબેનનુ આધારકાર્ડ, પાનકાર્ડ, એ.ટી.એમ કાર્ડ તથા ફરિયાદીના પીતા મંગાભાઇના નામની ફરિયાદીના રહેણાક મકાનની સનદ બળ-જબરીથી કઢાવી લઇ લય ગયો હોવાની ભોગ બનનાર દિનેશભાઇએ આરોપી વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૮૪,૫૦૪, તથા એટ્રોસીટી એકટ કલમ-૩ (૧)(આર),(એસ),૩(૨)(૫-એ) તથા ગુજરાત નાણા ધિરધાર કરનાર કાયદાની કલમ -૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

[wptube id="1252022"]
Back to top button