પંચમહાલના શહેરાના ખાંડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે SPGL-3 સીઝન 3 રમાઈ
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા દક્ષિણ ગુજરાતના કર્મચારીઓ દ્વારા આયોજિત સાઉથ ગુજરાત પ્રીમિયર લીગ સીઝન -3 નું આયોજન પંચમહાલના શહેરા તાલુકામા રહેતા સાઉથ ગુજરાત ના મિત્રો દ્વારા 29/12/2024ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં J.R ક્રિકેટ ગ્રાઉન્ડ ખાંડીયા ખાતે ડે-નાઇટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાંથી 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે જયપાલસિંહ બારીઆ , અમીત શર્મા, કલ્પેશ પટેલિયા અને અતુલ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. સવારે ચા,નાસ્તો અને બપોરે જમવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર દિવસ દરમિયાન પંચમહાલના વિવિધ તાલુકામાંથી આવેલ ટીમ દ્વારા મેચ રમાઈ હતી અને અંતે ફાઇનલ મેચ રોયલ શહેરા અને શહેરા વોરિયર્સ વચ્ચે રાત્રીના સમયે રમાઈ હતી. જેમાં રોયલ શહેરા ચેમ્પિયન થઈ હતી. દરેક મેચ માં મેન ઑફ ધી મેચ માં ટીશર્ટ આપવામાં આવી હતી.વિજેતા ટીમને જયપાલ અને અમીત શર્મા ના હસ્તે ટ્રોફી અને ઉપવિજેતા ટીમ ને અલ્પેશ (તાન) દ્વારા ટ્રોફી આપવામાં આવેલ હતી. સંપૂર્ણ આયોજન સાઉથ ગુજરાત ઓફ શહેરાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ હતું.