GUJARATSABARKANTHA

ઇડરના ફિંંચોડ ખાતે નવીન ગ્રંથાલય ભવનના નિર્માણનો ભૂમિ પૂજન સમારોહ ગ્રંથાલય નિયામકશ્રી ડૉ.પંકજ ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો

*ઇડરના ફિંંચોડ ખાતે નવીન ગ્રંથાલય ભવનના નિર્માણનો ભૂમિ પૂજન સમારોહ ગ્રંથાલય નિયામકશ્રી ડૉ.પંકજ ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો*
*****
સાબરકાંઠા જિલ્લામાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કોલકત્તાના આર્થિક સહયોગથી ઈડર તાલુકાના ફીંચોડ ખાતે શ્રી હરી સાર્વજનિક વાંચનાલય/પુસ્તકાલયના નવીન ગ્રંથાલય ભવનના નિર્માણનો ભૂમિ પૂજન સમારોહ ગુજરાત રાજ્ય ગ્રંથાલય નિયામકશ્રી ડૉ.પંકજ ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામકશ્રી ડૉ.પંકજ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પુસ્તકાલય એ એક એવું સ્થળ છે જ્યાં જ્ઞાન અને વિચાર વિમર્શનું સમારંભ થાય છે. આ જગ્યા બાળકો, યુવાનો અને વર્તમાન પેઢી માટે નવી માહિતી મેળવવાનો અને પોતાના વિચારોને વિકસાવવાનો શ્રેષ્ઠ માધ્યમ છે.પુસ્તકાલયના નિર્માણથી માત્ર પુસ્તકો જ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળે છે.
આ નવીન ગ્રંથાલય ભવનના નિર્માણ થકી આજુ બાજુના ગામના વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે અને નવા વિચારો અને દૃષ્ટિકોણો સાથે પરિચિત થશે. સાહિત્ય, વૈજ્ઞાનિક અભ્યાસ અને ઈતિહાસને સમજવા માટે સુંદર માધ્યમ મળી રહેશે.
આ કાર્યક્રમમાં સદગુરુ શાસ્ત્રી સ્વામીશ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી જેતલપુર ધામ દ્વારા પ્રેરક ઉદબોદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પુસ્તકાલયના સંચાલકશ્રી નારાયણભાઈ પટેલને આ નવીન વિચાર માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આ અવસરે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે યુનિવર્સિટી કક્ષાએ અવ્વલ નંબર મેળવનાર હેમાંગીબેન મયંકકુમાર પટેલને નિયામકશ્રીના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી કનુભાઈ પટેલ,ભૂમિ પૂજનના દાતા શ્રી રમણભાઈ પટેલ, ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, સહિત વાચકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!