રાજ્ય કક્ષાના કલા મહાકુમ્ભમાં મોરબીના લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાની નિર્ણાયક તરીકે પસંદગી

0
13
વાત્સલ્યમ્ સમાચાર

રાજ્ય કક્ષાના કલા મહાકુમ્ભમાં મોરબીના લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાની નિર્ણાયક તરીકે પસંદગી

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

IMG 20230306 WA0054

ગુજરાત રાજ્ય સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશ્નર શ્રી યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર ના ઉપક્રમે જીલ્લા વહીવટ તંત્ર અમરેલીની રાહબરી હેઠળ શ્રી કે. કે. પારેખ અને મહેતા આર. પી. વિદ્યાલય અમરેલીના સહયોગથી જીલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત અધિકારી કચેરી સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્ય કક્ષા કલા મહાકુંભ તારીખ ૫ થી ૭ માર્ચ અમરેલીની શ્રી કે. કે. પારેખ અને આર. પી. વિદ્યાલય મુકામે ખુલો મુકાયો છે. જેમાં રાજ્યના કુલ ચાર ઝોન માંથી પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવેલા કલાકારો પોતાની કલાના કામણ પાથરી રહ્યા છે. અને એ સ્પર્ધાઓમાં દરેક સ્પર્ધામાં રાજ્યના ચુનદા નિર્ણાયકોની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત સાહિત્ય વિભાગની દુહા, છન્દ, ચોપાઈ ની સ્પર્ધામાં નિર્ણાયક પેનલમાં મોરબીના લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાની પસંદગી કરવામાં આવેલ.IMG 20230306 WA0053

અશ્વિનભાઇ એક તટસ્થ અને નિષ્પક્ષ નિર્ણાયક તરીકેની આગવી છાપ ધરાવાની સાથે તેઓ દુહા છન્દ માં વર્ષ 2014 માં યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષા પ્રથમ આવેલા છે અને તેમની એ સીધી બદલ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હસ્તે સન્માનનીત થયેલ છે તેઓનું રાજ્ય સરકારના સંગીત નાટ્ય અકાદમી દ્વારા પણ સન્માન થયેલ છે. આ સાથેજ તેઓ છેલ્લા છ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા આયોજીત યુવા ઉત્સવ, બાળપ્રતિભા સ્પર્ધા, ઉમંગઉત્સવ, તેમજ કલા મહા કુંભમાં તાલુકા, જીલ્લા, પ્રદેશ, અને રાજ્યકાક્ષા ની સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે ઉપરોક્ત તેઓની કામગીરીને ધ્યાનમાં લઈને તેઓને આ વર્ષે રાજ્યકક્ષા ના કલા મહાકુંભ સ્પર્ધામાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક તરીકે પસંદ કરેલ.

FB IMG 1642673402281 6

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews