MORBI:મોરબીમાં દલવાડી સર્કલ પાસે બુલેટને ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ટક્કર મારતા બંને પક્ષો વચ્ચે મારામારી
MORBI:મોરબીમાં દલવાડી સર્કલ પાસે બુલેટને ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ટક્કર મારતા બંને પક્ષો વચ્ચે મારામારી
મોરબીના દલવાડી સર્કલ પાસે ગત રાત્રીના ફોર્ચ્યુનર અને બુલેટનો અકસ્માત થતા ધોકા ઉડયા હોય અને કારના કાચ તોડી નખાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે 8 લોકો વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દલવાડી સર્કલ પાસે ગત રાત્રીના સમયે એક ફોર્ચ્યુનર કાર ચાલકે બુલેટને ઠોકર મારતા માથાકૂટ થઈ હતી. જેને કારણે રોડ ઉપર પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવમાં બન્ને પક્ષોએ એ ડિવિઝન પોલીસના ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજયભાઈ થોભણભાઈ પરસાડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓના માતા પિતા જાત્રા કરીને આવી રહ્યા હોય આ દરમિયાન તેઓ ઉમિયા સર્કલે નાસ્તો લેવા આવ્યા હતા. જયાથી તેઓ મચ્છોનગર નાસ્તો લઈને જતા હતા. આ વેળાએ તેઓ બુલેટ ચલાવી રહ્યા હતા અને પાછળ તેઓનો ટ્રક ડ્રાઈવર બેઠો હતો.દરમિયાન દલવાડી સર્કલ નજીક ફોર્ચ્યુનર કારે ટક્કર મારી હતી. બાદમાં કાર ચાલક અને અજાણ્યા ત્રણ શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો અને ધોકો કાઢી તેનેથી પણ માર માર્યો હતો.વળતી ફરિયાદમાં પાર્થભાઈ કૌશિકભાઈ ફેફરે જણાવ્યું હતું કે તેઓ અને અન્ય ત્રણ લોકો તેમના મામાની ફોર્ચ્યુન કાર લઈને વાવડી ખાતે ક્રિકેટ રમવા જતા હતા. ત્યારે ભૂલથી બુલેટને ઠોકર લાગી જતા બુલેટ સવાર બે લોકોએ બોલાચાલી કરી હતી. આ દરમિયાન બાઈક લઈને આવેલા બીજા બે અજાણ્યા શખ્સોએ આવી કારના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.