MORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા એસીબીના ત્રણ કેસમાં આરોપીઓને ચાર વર્ષની સજા

MORBi:મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા એસીબીના ત્રણ કેસમાં આરોપીઓને ચાર વર્ષની સજા

લાંચ લેતા સરકારી બાબુઓ ચેતી જાજો લાંચના ત્રણ કેસમાં એક ટીડીઓ -બે તલાટી કમ મંત્રીને ચાર વર્ષની સજા અને 20 હજાર નો દંડ ફટકારવામાં આવ્યો

મોરબીના ઇતિહાસમાં આજે સૌપ્રથમ વખત એક જ દિવસમાં એસીબીના ત્રણ અલગ અલગ કેસમાં આરોપીઓને ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે એટલું જ નહિ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા છેલ્લા એક માસમાં ૧૦ સજાઓ કરાવેલ છે જેમાં પ્રથમ કેસમાં તારીખ ૨૭-૦૬-૨૦૦૮ ના રોજ તલાટી કમ મંત્રી મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કચેરીના ચીમનલાલ હીરાભાઈ દસાડીયાએ લાંચની માંગણી કરી હતી જેની ધરપકડ કરવામાં આવી હતી જયારે બીજા કેસમાં જુના દેવળિયા ગામના તલાટીમંત્રી જગદીશભાઈ નવનીતલાલ ભટ્ટ દ્વારા તા. ૧૮-૧૨-૨૦૦૯ ના રોજ વારસાઈ એન્ટ્રી કરાવવા માટે લાંચની માંગ કરવામાં આવી હતી જેથી ધરપકડ કરવામાં આવી હતી જયારે ત્રીજા કેસમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ૬-૬-૨૦૧૩ ના રોજ ઝેરોક્ષનો કોન્ટ્રાકટર રાખેલ હોય જેના બીલ પાસ કરાવવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી

જે લાંચ સંબંધિત ત્રણેય કેસ સ્પેશ્યલ જજ (એ.સી.બી) અને બીજા એડી.સેશન્સ જજ વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ આરોપીઓ વિરુદ્ધ મૌખિક અને દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે ત્રણેય આરોપીઓને ૪ વર્ષની સજા અને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે મોરબી કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત છે કે એસીબીના ત્રણ કેસમાં એક જ દિવસમાં ત્રણ આરોપીને સજા ફટકારવામાં આવી હતી

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!