MEHSANAVIJAPUR

Mehsana : ઉદ્યોગ સાથે B2B , B2C અને B2G કાર્યક્રમનું સુચારૂં આયોજન ઘડી કાઢવાં જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું

ઉદ્યોગ સાથે B2B , B2C અને B2G કાર્યક્રમનું સુચારૂં આયોજન ઘડી કાઢવાં જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન દશમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નું આયોજન કરાયું છે. આ વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લામાં પ્રિ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત મહેસાણા ખાતે 03 ઓક્ટોબરે પ્રભારીમંત્રી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રિ-વાયબ્રન્ટ સમિટ મહેસાણા-2023 નું આયોજન જી.આઇ.ડી.સી હોલ મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે મહેસાણા ખાતે 03 ઓક્ટોબર મંગળવારે યોજાનાર પ્રિ વાયબ્રન્ટ સમિટના આયોજનના ભાગ રૂપે જિલ્લા કલકેટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં પ્રિ વાયબ્રન્ટ સમિટ અંગેની તૈયારી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું, આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા, મંડપ અને સ્ટોલની કામગીરી, બેઠક વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે અવિરત વીજ પુરવઠો જાળવણી, પાર્કિંગ ટ્રાફ્રિકની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા, આરોગ્ય વિષયક સેવા,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઔદ્યોગિક સહકારી મંડળી, લીડ બેંક (સરકારી-ખાનગી), B2B , B2C અને B2G કાર્યક્રમનું સૂચારૂં આયોજન ઘડી કાઢવા, ઉદ્યોગોનો વિકાસ અને રોજગાર સહિતના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરાશે તેની રૂપરેખા મેળવી જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કલેકટર એમ.નાગરાજને સંબંધિત સર્વે અધિકારી ઓને પરસ્પર સંકલનમાં રહીને લક્ષ સાથે કામગીરી કરવાની તેમજ સુચારુ આયોજન કરવા માટે જણાવ્યું હતું. નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીસિંહવાળાએ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા તેમજ આયોજન બાબતે સંબંધિત અધિકારી ઓને માર્ગદર્શન પૂરું પાડીને જરૂરી સૂચના આપી હતી તેમજ સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની નિમણૂક કરી હતી. વાયબ્રન્ટ મહેસાણામાં યોજાનારા વિવિધ પાંચ સેમીનાર સંદર્ભે પણ સંબંધિત અધિકારીઓને ઓનલાઇન ઓફલાઈન આયોજનની કામગીરી તેમજ તેના સંદર્ભે વિમર્શ કરાયો હતો. આ બેઠકમાં સેમિનારમાં પેનલ ડિસ્કસ, સ્ટાર્ટઅપ સેમિનાર, બીટુબી અને બીટુવન મીટીંગ તેમજ બિઝનેસ ટુ બિઝનેસના સુચારુ આયોજનની કામગીરી તેમજ મધ્યમ અને નાના ઉદ્યોગોના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને વિવિધ સેમીનાર તેમજ કાર્યક્રમમાં હાજર રહેવા સંદર્ભે અગ્રણી વેપારીઓ સાથે પણ આ તકે વાતચીત કરાઈ હતી. મિટિંગમાં સમગ્ર કાર્યક્રમની પૂર્વ તૈયારી, વ્યવસ્થા, દેખરેખ તથા સંકલન માટે વિવિધ પ્રકારની કામગીરી તેમજ તે સાથે સંકળાયેલા સંબંધિત અધિકારીઓને તે સંદર્ભનું માર્ગદર્શન અને સૂચનાઓની પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જીલ્લા વિકાસ અધિકારી ડૉ .ઓમ પ્રકાશે પણ જરુરી બાબતે સંબંધિતો સાથે ચર્ચા કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!