GANDHINAGAR:ગાંઘીનગર ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગ.ગુજરાત ની શિક્ષણ મંત્રી સાથે મુલાકાત
GANDHINAGAR:ગાંઘીનગર ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગ.ગુજરાત ની શિક્ષણ મંત્રી સાથે મુલાકાત
આજ રોજ GPF ખાતા નંબર અન્વયે આચાર્ય અને જુના શિક્ષક ની સેવા સળંગ બાબતે પ્રાંત પદાધિકારીઓ શ્રી રમેશભાઈ ચૌધરી પ્રાંત સહ સંગઠન મંત્રી, આચાર્ય સંવર્ગ પ્રાંત અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ પટેલ,જીતેન્દ્રભાઈ ઠાકર માધ્યમિક સંવર્ગ મહામંત્રી, રૂપેશભાઈ ભાટીયા આચાર્ય સંવર્ગ મહામંત્રી, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ મહામંત્રી પ્રહલાદભાઈ ચૌધરી. તથા જિલ્લા ના પદાધિકારી સુનિલભાઈ પઢીયાર, યોગેશભાઈ સેવક, હિતેશભાઈ વરિયા, કલ્પેશભાઈ પટેલ સહિત તમામે કમિશનર ઓફ સ્કુલ ગાંધીનગર ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશભાઈ પટેલ તેમજ મદદની સચિવ સંજયભાઈ પટેલની મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી.
સળંગ સેવા બાબતની ફાઈલ શિક્ષણ વિભાગ ઘ શાખામાં પૂર્તતા અંગે મોકલેલ છે .
તમામ પદાધિકારીઓ દ્વારા શિક્ષણ વિભાગમાં ફાઈલની શિક્ષણ વિભાગના નાયબ સચિવ સતિષભાઈ પરમાર સાહેબને અને સેક્શન અધિકારી ડોક્ટર મેઘલબેન રાઠોડ ને પૃચ્છા કરવામાં આવી. આ સઘળી બાબતની રજૂઆત શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબને કરવામાં આવી. આ વિષયમાં સાહેબ દ્વારા શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરી આગળ સુચના આપવામાં આવશે.
કર્મચારી હેલ્થ સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (કેશલેસ હેલ્થ બેનિફિટ) અંતર્ગત જી કાર્ડ મેળવવા અંગે HRPN નંબર મેળવવા અન્વયે પણ રજૂઆત કરવામાં આવી.
ખુબજ ટુંકા ગળામાં આચાર્ય ને લગતા પ્રશ્નો તથા જુના શિક્ષક ને લગતા OPS ખાતા ખોલવા બાબત પ્રશ્નનું નિરાકરણ આવશે.
રજૂઆત કરવામાં આવેલ અન્ય મુદ્દાઓ માં…
તા. 1/4/2005 પછીના શિક્ષક-કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો.
તા. 1/4/2005 પહેલાં NOC મેળવી હોય પરંતુ જાહેરાત મોડી આવી હોય એવા તથા ટેકનિકલ કણોસાર રહી જતા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવો.
NPS હેઠળના શિક્ષકોને નિવૃત્તિ સમયે 300 દિવસની રજાનું રોકડ રૂપાંતરણ આપવું.
સરકારીની જેમ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની બદલી માટે સ્પષ્ટ નિયમો ઘડવા અને કેલેન્ડર જાહેર કરવું.
જૂના શિક્ષકોની ભરતીમાં 100% જગ્યા ખોલવી.
ફાજલના કાયમી રક્ષણ માટે 120 દિવસની મર્યાદા દૂર કરી કાયમી રક્ષણ આપવુ
ફિક્સ પગાર પ્રથા રદ્દ કરી કાયમી ભરતી કરવી.
ફિક્સ પગાર હેઠળના શિક્ષણ સહાયકોનો સમયગાળો ૫ વર્ષના બદલે ૩ વર્ષ કરવો.
વ્યાયામ શિક્ષકોની લાંબા સમયથી બંધ રહેલી ભરતી તાત્કાલિક શરૂ કરવી.
HMAT પરીક્ષા માટે પાત્રતા સમયગાળો ૭ વર્ષના બદલે ૫ વર્ષ કરવો તથા એચમેટ ની પરીક્ષા સત્વરે યોજવી.
આચાર્યની નોકરી સળંગ ગણીને ઉચ્ચતર પગાર ધોરણ આપવું.
TA/DA ભથ્થું કાયમી તથા ફિક્સ પગાર ના કર્મચારીઓ બંનેને સમાન મળે તેવી કાયમી જોગવાઈ કરવી.
ફિક્સ કર્મચારીઓને મેડિકલ રજાઓની મંજૂરી તેમની નિમણૂંક તારીખથી જ લાગુ થાય તેવો પરિપત્ર કરવો.
પ્રાથમિકની જેમ ગ્રાન્ટેડ માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક ફિક્સ વેતનવાળા શિક્ષકોને પાંચ વર્ષ પછી મેડિકલ રજાઓ સેવાપોથીમાં જમા થાય તે અંગે જિલ્લા કક્ષાએ સુચના આપી અમલીકરણ કરાવવું.
ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના ચિત્ર શિક્ષકોના પગાર ધોરણનો પ્રશ્ન ઉકેલવો.
લઘુમતી શાળાઓમાં ફાજલ થયેલ કર્મચારીઓનું યોગ્ય નિરાકરણ કરવું.
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાના ગ્રંથપાલોને તા. 1/1/1996થી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ (₹5000-8000, ગ્રેડ પે 4200) આપવો.
બોર્ડના શિક્ષક રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ આપમેળે અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે આઈ.ડી. કાર્ડ જનરેટ થાય તેવું સોફ્ટવેર બનાવવું.
G-card અંતર્ગત ગ્રાન્ટેડ માટે કર્મયોગી પોર્ટલ પર વિગત મૂકવી, જેથી HRPN નંબર જનરેટ થઈ શકે.
23 જુલાઈના રોજ મળેલ બેઠકમાં ચર્ચામાં આવેલ ઉપરોક્ત પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે માટે નિર્ણયાત્મક કાર્યવાહીની માંગણી કરવામાં આવી.