GANDHINAGAR : ગાંઘીનગર નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત નેચરલ ફાર્મિંગ – પી.જી.એસ. સર્ટીફિકેશન અંગે ગાંધીનગર ખાતે તાલીમ યોજાઈ
GANDHINAGAR : ગાંઘીનગર નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત નેચરલ ફાર્મિંગ – પી.જી.એસ. સર્ટીફિકેશન અંગે ગાંધીનગર ખાતે તાલીમ યોજાઈ
ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફીકેશન એજન્સી અમદાવાદ તથા નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ, ગાજીયાબાદના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર ખાતે નેચરલ ફાર્મિંગ સર્ટિફીકેશન સિસ્ટમ વિષય અંગે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચરલ ફાર્મિંગ તેમજ સજીવ ખેતી માટે પી.જી.એસ- ગ્રુપ સર્ટિફીકેશન માટે તા.૨૯ અને ૩૦ સપ્ટેમ્બર એમ બે દિવસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના અવિરત પ્રયત્નોના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલ ખેત ઉત્પાદનો, અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો સ્થાનિક ગ્રાહકોને સર્ટીફાઇડ કરેલા મળે તે માટે કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નેચરલ ફાર્મિગ સર્ટિફીકેશન જાહેર કર્યું છે.
સર્ટિફીકેશનની ઓનલાઇન પોર્ટલ અંગે કામગીરી કરતાં તમામ અધિકારીઓને તેમની કામગીરી પ્રક્રિયાની તાલીમ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગના ડો. શ્રીનિવાસમુર્તી, ડો. રશ્મી સિંઘ દ્વારા નેચરલ ફાર્મિંગ અને પી.જી.એસ. સર્ટીફિકેશન અંગે આ તાલીમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત અને વૈજ્ઞાનિકો દ્વારા ટેક્નીકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ગોપકાના નિયામક શ્રી અનિલ પટેલની આગેવાનીમાં ખેતીવાડી વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીશ્રી, ગોપકાના તમામ અધિકારીશ્રીઓ અને ગુજરાતમાં નોંધાયેલા રીજીયોનલ કાઉન્સીલના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.