GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજી તાલુકાની સરકારી કન્યા વિદ્યાલયમાં “ચુનાવ પાઠશાળા” યોજાઇ

ધોરાજી તાલુકાની સરકારી કન્યા વિદ્યાલયમાં “ચુનાવ પાઠશાળા” યોજાઇ

Rajkot, Dhoraji: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર રાજકોટ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ, ઇવીએમ નિદર્શન, સિગ્નેચર કેમ્પેઇન, પ્રતિજ્ઞા વાંચન જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અને અધિક કલેકટરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

આ ઉપક્રમે ૭૫ – ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધોરાજી તાલુકાની સરકારી કન્યા વિદ્યાલયમાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Bloશ્રી દ્વારા આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા કુંટુબના તમામ સભ્યો ચૂંટણીમાં અચૂક મતદાન કરે તે માટે સર્વને અપીલ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!