GUJARATPANCHMAHALSHEHERA

શહેરા પંથક માં ફરી એક વખત મેઘરાજાનું આગમન….

શહેરા

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં મેઘરાજાએ આગમન થયું હતું અને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો લાંબા સમય બાદ શહેરા પંથક માં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો ખેડૂતોએ વાવઠ્ઠી કર્યા બાદ વરસાદ ન વરસતાં ખેડૂતો ચિંતિત બનીને પાક સુકાવાની આશંકા સેવી હતી. છેલ્લા ૨૦દિવસથી મેધરાજા હાથતાળી આપતા ગરમી સાથે ખેડૂતો પાકને નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોને આશા બંધાઈ હતી.શુક્રવારની સાંજે વરસાદે પંચમહાલ જિલ્લામાં શહેરા પંથક માં ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લામાં છેલ્લા બે દિવસોથી વાતાવરણમાં પલટો સર્જાયો હતો.શુક્રવાર બપોર બાદ જિલ્લાના મોટા વિસ્તારોમાંભાગના મેઘરાજા મહેરબાન બન્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીના બફારાથી લોકો ત્રસ્ત બન્યા હતા. તેવામાં શુક્રવારે રોજ ગોધરા શહેરા મોરવા હડફ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેથી ગરમીથી લોકોને રાહત મળી છે .બીજી તરફ લાંબા સમયથી વરસાદ ન વરસતા ખેતરોમાં રહેલ પાક પણ સુકાતો હતો. જેને પણ જીવતદાન મળ્યું હતું. શુક્રવારે વરસેલા વરસાદની વાત જ્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા,શહેરા, મોરવા હડફ . ત્રણ તાલુકામાં શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ

હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!