કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકા પંચાયતની પીપોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ઉમેદવારનું મરણ થતાં ખાલી પડેલી પીપોદરા બેઠક પર પેટા ચૂંટણી યોજાતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેખાબેન પરમાર નો 1018 મતોથી ભવ્ય વિજય થતા કાર્ય કરતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકર તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ સનિલ પટેલ તેમજ બાયડ ભારતીય જનતા પાર્ટી તાલુકા સંગઠનના પ્રમુખ રાહુલપુરી જેવા સ્ટાર પ્રચારકો અને કાર્યકર્તાઓના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી એ ત્રિપાખીયા જંગમાં જંગી બહુમતીથી જીત મેળવી હતી ઉલ્લેખનીય છે કે પીપોદરા બેઠક પર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ત્રિપાઠીઓ જંગ જામ્યો હતો રસાકસી ભરેલી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેખાબેન પરમાર નો જવલંત વિજય થયો હતો કાર્યકર્તાઓએ ડીજેના તાલે ઝૂમીને વિજય ઉત્સવ મનાવ્યો હતો