HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદમાંથી યુવાનનું અપહરણ કરનાર ચાર ઈસમો ઝડપાયા

Halvad:હળવદમાંથી યુવાનનું અપહરણ કરનાર ચાર ઈસમો ઝડપાયા :વિશાલ જયસ્વાલ હળવદ

 

 

હળવદ શહેરમાંથી યુવાનનું અપહરણ કરનાર ચાર ઇસમોને હળવદ પોલીસે ઝડપી લઈને ગુનામાં વપરાયેલ કાર કબજે લઈને તમામ ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


ગત તા. ૦૨ જુનના રોજ ફરિયાદી ધાર્મિક નકુમ અને તેનો મિત્ર રવિ બાવનજીભાઈ સાકરીયા વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્ષમાં આવેલ ધ હિંદુ બ્રાંડ નામની દુકાન પાસે હોય ત્યારે વેગનઆર કાર જીજે ૧૩ એન ૪૬૨૨ માં આવેલ ચાર ઇસમોએ પૈસાની વાતચીત કરી રવિભાઈને પોલીસ સ્ટેશન જવાનું કહીને કારમાં બેસાડી તેમજ ફરિયાદી ધામિકને કારમાં બેસાડી ચૂલી ગામના બસ સ્ટેન્ડ પાસે ધાર્મિકને ઉતારી દઈને રવિભાઈનં અપહરણ કરી લઇ ગયા હતા જે બનાવ મામલે હળવદ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી
હળવદપોલીસે અપહરણના બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં ટેકનીકલ સોર્સ મારફત ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે આરોપીઓને ઝડપી લઈને વાહન કબજે લીધું હતું પોલીસે આરોપી મેહુલ ગોવિંદ પરમાર, પૃથ્વીરાજ પ્રવીણ કંબોયા, રોહન વિનોદભાઈ પટેલ અને દીપકભાઈ કરશનભાઈ રાઠોડ એમ ચારને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!