HALOLPANCHMAHAL

હાલોલ ઇ.ચા.SDMની આકસ્મિક રાત્રિ તપાસમાં માટી ચોરી કરતા સાત હાઇવે ટ્રકો ઝડપાયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૮.૧૨.૨૦૨૩

હાલોલ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી તેમજ હાલોલ મામલતદાર દ્વારા ગત રાત્રીએ હાલોલ ના ગોપીપુરા, તાજપુર વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથધરતાં ઓવરલોડ માટી ભરી સાત હાઇવા ટ્રક ઝડપી પાડી ઝડપાયેલી ટ્રકોને સીઝ કરી પ્રાંત કચેરી ખાતે મુકી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા હાલ માં હાલોલ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી નો ચાર્જ સાંભળે છે.ગત રાત્રીના એક વાગ્યા ના સમય ગાળા દરમ્યાન હાલોલ મામલતદાર બી.એમ.જોશી ની ટીમ ને સાથે રાખી રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન હાલોલ ના ગોપીપુરા તાજપુરા વિસ્તારમાં થી પસાર થતી અનધિકૃત ખનીજનું વહન કરતી 7 હાઇવા ટ્રકોને ઝડપી પાડી ટ્રકો ને વે બ્રિજ ખાતે વજન કરાવી ટ્રકોને સીઝ કરી પ્રાંત કચેરી ખાતે મૂકી આ તમામ સામે ગુજરાત પ્રિવેશન્સ ઓફ ઈલીગલ માઇનિંગ ટ્રાન્સ્પોટેશન અને સ્ટોરેજ રુલ્સ 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અચાનક ગત રાત્રે ઇન્ચાર્જ હાલોલ પ્રાંત અધિકારી દ્વાર ચેકીંગ હાથ ધરતાં અનધિકૃત ખનીજનું વહન કરતી 7 હાઇવા ટ્રકોને ઝડપી પાડતા ગેરકાયદેસર રીતે માટી ખાનન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ઉલ્લેખનીય છે કે હાલમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા એચ.ટી.મકવાણા એ છેલ્લા બે માસ દરમ્યાન જિલ્લાના તમામ તાલુકામાં કેટલીક સરકારી દુકાનો તેમજ ગોડાઉનોમાં વિઝીટ કરી સરકારી અનાજ ને સગે વગે કરતા લોકો સામે કાર્યવાહી હાથધરતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે ગત રોજ હાલોલમાં ગોપીપુરા, તાજપુરા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથધરતાં ઓવરલોડ માટી ભરી સાત હાઇવા ટ્રક ઝડપી પાડી કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

હાલોલ ઇન્ચાર્જ પ્રાંત અધિકારીએ ગત રાત્રીએ હાલોલ ના ગોપીપુરા,તાજપુરા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથધરતાં ઓવરલોડ માટી ભરી સાત હાઇવા ટ્રક ઝડપી પડ્યા બાદ આજે વહેલી સવારે પણ આકસ્મિક ચેકિંગ હાથધરતાં ગેરકાયદેસર લીલા ઝાડ કાપી લાકડાનું વહન કરતી બે ટ્રક ને ઝડપી પાડી તેઓ સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ કાર્યવાહી હાથધરવામાં આવતા તાલુકાના ગેરકાયદેસર વૃક્ષ છેદન કરી લાકડા ની હેરાફેરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આજે વહેલી સવારે ગેરકાયદેસર લીલા ઝાડ કાપી લાકડાનું વહન કરતી બે ટ્રક ને ઝડપી પાડી ગેરકાયદેસર વૃક્ષ છેદન કરી લાકડા ની હેરાફેરી કરતા ઓ સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!