MORBI:મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા હાઈ માસ્ટ પોલની લાઈટો રિપેરિંગ કરી ચાલુ કરવામાં આવી
MORBI:મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા હાઈ માસ્ટ પોલની લાઈટો રિપેરિંગ કરી ચાલુ કરવામાં આવી
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકાના આવેલ મહત્વ ના તમામ સર્કલો કે જેની જેની ઉપર હાઈમાસ્ટ પોલ છે તે તમામ હાઈ માસ્ટ પોલ અને તેમાં આવેલ લાઈટો રિપેરિંગ કરી તેમજ જરૂર જણાયે નવી લાઈટો નાખી ને ચાલુ કરવામાં આવેલ છે, જેના પરિણામે મોરબીના મુખ્ય માર્ગો અને ચોરાહાઓ પ્રકાશિત બન્યા છે. ત્યારબાદ મોરબીમાં આગામી સમયમાં કરવામાં આવૅલ ટેન્ડર મુજબ નું સ્ટ્રીટલાઇટ નું મટીરીયલ પણ આવી ગયેલ છે અને આ મટીરીયલ થી મોરબી મહાનગર પાલિકા ના ઘણા વિસ્તારો તેમજ મોરબીના તમામ મોટાભાગના વિસ્તારમાં આવરી લેવામાં આવેલ છે અને મોટા ભાગના વિસ્તારોમા આવેલ લાઈટો ચાલુ કરવામાં આવી છે. આ કામગીરીથી મોરબી શહેરની રાત્રીકાળીન સુરક્ષા અને વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે. આગામી દિવસોમાં બાકી રહેલા વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે તથા નવી લાઈટોની સ્થાપના કરીને સમગ્ર શહેરને વિસ્તૃત રીતે પ્રકાશિત બનાવાશે.આમ જ મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા આ કાર્ય આગામી દિવસોમાં પણ તત્પરતા અને ગતિ સાથે ચાલુ રાખવામાં આવશે, જેથી મોરબી શહેર ઉજાસમય અને સુરક્ષિત બને તે હેતુથી સતત કામગીરી કરવામાં આવે છે